મોરબી: આજે વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો: જિલ્લામાં કુલ 41 કેસ

મોરબી જિલ્લામાં કોરોના ઝડપથી ફેલાય રહયો છે.આજે શનિવારે બપોરે એક મહેન્દ્રપરામાં કેસ નોંધાયા બાદ અવની ચોકડી પાસેના વિસ્તારમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 41 પર પોહચી ગઈ છે.

મોરબી શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આજે શનિવારે પણ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેની મળતી વિગતો મુજબ અવની ચોકડપાસેના અવની પાર્ક રોડ ઉપર આવેલા મયુર પાર્કમાં આવેલા ધ્રુવ પેલેસ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા મનસુખભાઇ પ્રભુભાઈ ગોપાણી (ઉ.50) નામના આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

તેને છેલ્લા પાંચ દિવસથી તાવ આવતો હતો તેમજ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણતા ખાનગી હોસ્પિટલ દ્વારા સેમ્પલ લઈ ખાનગી લેબરોરેટરીમાં મોકલાયું હતું. જ્યાં આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવે નથી. મોરબી જિલ્લામાં કુલ કેસની સંખ્યા 41 પર પોહચી છે.

આ સમાચારને શેર કરો