વાંકાનેરના દિઘલીયા ગામે ટ્રેકટર પંપથી ગામમાં દવાનો છંટકાવ કરાયો
હાલ સમગ્ર દુનિયા કોરોના વાઇરસની મહામારી સામેં ઝાંજ લડી રહી છે, ત્યારે આ કોરોના વાયરસ પોતાનો કહેર દિવસે દિવસે દેશમાં વધારી રહ્યો છે. રાજકોટમાં પણ કોરોના કેટલાક પોઝિટિવ કેસ સામે આવ્યા છે, અને મોરબીમાં માત્ર એક વ્યક્તિ કોરોના પોઝિટિવ સામે આવેલ છે ત્યારે આ વાઇરસ ગામડામાં ન ફેલાય તે માટે જે ગામના સરપંચો જાગૃત છે.તે ગામમાં કોરોના વાયરસ ગામમાં ન ફેલાઈ તેમની આગમચેતી રૂપે સમગ્ર ગામમાં દવાનો છંટકાવ કરીને ગામને સેનેટાઇઝ કરવામાં આવી રહયા છે.
આજે વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામ ખાતે ગામના સરપંચ રસુલભાઇ ખોરજીયા અને ગ્રામ પંચાયતના સભ્યો તેમજ સહકારી અને સામાજિક અગ્રણીઓની હાજરીમાં ગામમાં દવા છંટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે હાલમાં કોરોનાની મહામારી હોવાથી ગામને જંતુમુક્ત કરવા માટે ટ્રેકટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં કોરોના મુક્ત દવા લાવીને આ ટ્રેકટર પંપમાં નાખીને આખા ગામમાં દવાનો છટકાવ કરવામાં આવી રહ્યો છે.
વાંકાનેર તાલુકાના આ દિઘલીયા ગામમાં સમગ્ર ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવશે આ ઉપરાંત સરકારી મકાનોમાં પણ દવાનો છંટકાવ કરવામાં આવશે જેથી કરીને કોરોના વાયરસ જો ગામમાં આવી ગયો હોય તો ફેલાબો ન થાય અને કોરોના વાયરસથી લોકોને બચાવી શકાય. સરપંચની આ કામગીરીને લોકો બિરદાવી હતી અને આ કામમાં ગામલોકોએ પણ સારો એવો સહકાર આપી રહ્યા છે.
કપ્તાનની મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરો…
એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…..
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews