વાંકાનેર: લિંબાળાની ધારે ઇકો,આઈસર અને ગાયનું ટ્રિપલ અકસ્માત: ગાયનું મોત, ઇકો ટોટલ લોસ
વાંકાનેર 27 નેશનલ હાઇવે ઉપર લિંબાળાની ધાર પાસે ઇકો આઇસર અને ગાય વચ્ચે ત્રિપલ અકસ્માત થતાં ગાયનું સ્થળ ઉપર મોત થયું છે અને ઇકો ટોટલ લોસ થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ 27 નેશનલ હાઇવે ઉપર લીંબાળાની ધાર પાસે ઇકો જઇ રહી હતી ત્યારે અચાનક એક ગાય આડી પડતા ઇકો વાળા એ બ્રેક મારી હતી અને ગાયને બચાવવાની કોશિશ કરી હતી તેવામાં પાછળથી સ્પીડ આવી રહેલ આઇસરે ઇકો ને ઠોકર મારતા ઇકો હાઈવેથી નીચે ખાડામાં જય પડી હતી.
પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ઇકો ચાલક મહીકા ગામના બાદી ઇદ્રીશ નુરમામદભાઇ (સંચાવાળા) છે સદનશીબે ઇકો ટોટલ લોસ થઈ ગઈ છે. પરંતુ આ ગાડી ચાલકને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી અને સ્થળ ઉપર જ ગાયનું મોત નીપજ્યું હતુ.
⛑⛑⛑⛑⛑⛑⛑⛑
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…