મોરબી જીલ્લા કલેકટરે ચાર્જ સંભાળતા જ પ્રાણ પ્રશ્નો અંગે બેઠક યોજી
ટ્રાફિક, ગંદકી સહિતના મુદે અધિકારીઓ સાથે ચર્ચા કરી.
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી જીલ્લા કલેકટર આર જે માકડિયાની બદલી કરાઈ છે અને મોરબી જીલ્લા કલેકટર તરીકે જે બી પટેલ મુકાયા છે જેને ચાર્જ સંભાળતા જ મોરબીના પ્રાણ પ્રશ્નો અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
મોરબી જીલ્લા કલેકટર તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ જે બી પટેલ દ્વારા જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી જે બેઠકમાં જીલ્લા કલેકટર દ્વારા જીલ્લા એસપી સાથે ક્રાઈમ ઘટાડવા અંગે જરૂરી ચર્ચા કરી હતી તે ઉપરાંત મોરબી શહેરમાં ગંદકી, ટ્રાફિક સમસ્યા તેમજ ખરાબ રોડ રસ્તા અંગે પાલિકા કચેરીના અધિકારી સાથે જરૂરી ચર્ચા કરી હતી અને પાલિકા સાથે સંકલન કરીને નગરજનોને ટ્રાફિક સમસ્યા ઉપરાંત ગંદકી સહિતના પ્રશ્નોમાંથી મુક્તિ અપાવવા એક્શન પ્લાન તૈયાર કરવા સુચનાઓ આપવામાં આવી હતી.
મોરબી જીલ્લા કલેકટર તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ મોરબીના પ્રાણ પ્રશ્નો અંગે જાણકારી મેળવીને કલેકટર દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે ત્યારે નાગરિકોમાં પણ વર્ષોથી ખદબદતી ટ્રાફિક, ગંદકી સહિતની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે તેવો આશાવાદ જોવા મળે છે.
👍👍👍👍👍👍👍👍
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…