Placeholder canvas

ઔધોગિક નગરી મોરબીમાં ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની કે.ડી.બાવરવા માંગણી

મોરબી જિલ્લામાં આવેલ સિરામિક ઉદ્યોગે સમગ્ર ભારત તેમજ વિદેશમાં પણ નામના મેળવી છે, મોરબીના આ સીરામિક્સ ઉદ્યોગે વિદેશોમાં પણ નામના મેળવી છે. આ સિરામિક ઉદ્યોગ વિદેશમાં ચાઇના સામે હરિફાઈ કરી રહ્યો છે. મોરબી જિલ્લામાં નાના મોટા બધા મળીને 2000 જેટલા સીરામિક્સ તેમજ તેને લગતા ઉદ્યોગો આવેલા છે.


આ મોરબી માં દરરોજ આશરે ૩૦૦૦ હાજર થી પણ વધુ રોમટિરિયલ્સના ટ્રકો આવે છે. તેમજ ફીનીશ મટીરીયલ્સના રોજના આશરે ૫૦૦૦ હાજરથી પણ વધુ ટ્રકો માલ લઇને જાય છે. આમ આખા દેશમાં નિકાસ થતા માલના ટ્રકો મોટા મોટા કન્ટેનરો ભરીને આવે છે અનેેે કન્ટેનરમા માલ ભસસરીને લઈ જવામાં આવે છે. આમ મોરબીમાં એટલા બધા ટ્રકોની આવન-જાવન થાય છે.પરિણામેં ખૂબ જ ટ્રાફિક થાય છે. ઘણીવાર ખાલી કે ભરેલી ટ્રકો રોડ પર પાર્કિંગ કરીને ઊભા રાખવામાં આવે છે. જે ટ્રાફિકને અડચણરૂપ હોય છે અને તેમના કારણે ટ્રાફિકની સમસ્યા પણ થાાય છે.

આ મોરબીમાં માલ લઈ આવવા અને અહીંથી લઈ જવા માટે ટ્રકોનો ઉપયોગ થાય છે જેમના કારણે ટ્રાફિક જામ પણ થાય છે અને અવારનવાર અકસ્માતો પણ થાય છે, અકસ્માતમાં લોકોના જાન પણ જય છે. ત્યારે અમારી માગણી છે કે સરકાર જુદા જુદા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ નગર માટે જમીન ફાળવી ટ્રાન્સપોર્ટ એજન્ટોને ઓફિસ ત્યાં આપે તો આ ટ્રાફિકમાંથી લોકોને છુટકારો મળી શકે તેમ છે.

ઇન્ટરનેશનલ હ્યુમન્સ રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાયાએ સરકાર સમક્ષ મોરબીમાં ટ્રાફિક સમસ્યા અને અકસ્માતના નિવારણ માટે ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની માંગ કરી છે.

આ સમાચારને શેર કરો