Placeholder canvas

મોરબી જિલ્લામાં છ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે મળી બઢતી

મોરબી જિલ્લા પોલીસ દળમાં હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા છ કોન્સ્ટેબલને હથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકેની બઢતી આપવામાં આવી છે.

આ મોરબી જિલ્લાના છ પોલીસ કોન્સ્ટેબલમાં પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતાં લક્ષ્મીબેન રામજીભાઈ ધરજીયા, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શોભનાબેન શામજીભાઈ મેર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયેશકુમાર ભગવાનજીભાઈ ચાવડા, પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતા સુરપાલસિંહ સજુભા પરમાર, પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતા જયેશ ધનજીભાઈ માણસુરીયા અને વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિફભાઇ આદમ ભાઈ બારેજીયાનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત છ પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે અને તેઓ હાલમાં જે જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે ત્યાં તેઓને ફરજ સોંપવામાં આવી છે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો