Placeholder canvas

ટંકારા: હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમાં ફરજ બજાવતા MPHW ઈસ્માઈલ કડીવારની બદલી

ટંકારા તાલુકાના હડમતિયા ગામે છેલ્લા સાડા ત્રણ વર્ષથી “હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમાં” ફરજ બજાવતા માનવતાના મસિહા MPHW ઈસ્માઈલભાઈ કડીવારની બદલી

ટંકારા તાલુકાના હડમતિયા ” ગામના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર” ના MPHW ઈસ્માઈલભાઈ કડીવાર છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાત-જાતના ભેદ વિના કોરોના કાળમાં મુસ્લિમ બિરાદરે રેપીડ ટેસ્ટ અને મચ્છરથી થતા રોગો વિશે અનેક જાણકારીઓ આપી છે, પછી તે આયુષ્યમાન ભારત કાર્ડ વિશે ગ્રામજનોને તેમજ અન્યોને પણ માહિતગાર કર્યા છે. ટી.બી. ના દર્દીઓના ઘેર અને આજુબાજુના કારખાના વિસ્તારોમાં શ્રમિકોને જઈને દવાઓ અને રાશનકીટ પહોંચાડી છે. ડેન્ગ્યુ વિશે પણ જાણકારી આપી છે. વાડી વિસ્તારમાં ખેડુતોના ખેતરે શ્રમિકોની મુલાકાતો અને જરુર પડ્યે ફોન કરવા પણ જણાવેલ છે.

આવા માનવતાના મસિહા બની હડમતિયા ગામના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર” માં નોકરી કરી ચુકેલા હોવાથી બદલી થતાં આરોગ્યનો સ્ટાફ CHO તઝમીનબેન ગઢવાળા, FHW જુવેરીયાબેન ખોરજીયા તથા હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના સંજીવની સમિતિના સદસ્ય રમેશભાઈ ખાખરીયા ભાવવિભોર બની ગયા હતા

આ સમાચારને શેર કરો