સુરતમાં સ્કૂલવાને રિવર્સ લેતા સાઇકલ ચલાવતો બાળક કચડાયો
સુરતનાં વેસુ વિસ્તારમાં એક સ્કૂલવાન ચાલકે આવાસ કેમ્પસમાં રિવર્સ લેતા સમયે રમતા બાળકને કચડી નાંખ્યો હતો. જેનો સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યાં છે. જેમાં વાહન ચાલકની ધોર બેદરકારી સામે આવી છે.
સ્કૂલ વાન રિવર્સ લેતા સમયે એક બાળક વાનની નીચે કચડાઈ ગયો હતો. બાળક આ સમયે કેમ્પસમાં સાઇકલ ચલાવી રહ્યો હતો ત્યારે ગાડી તેના ઉપર ચઢી ગઈ હતી. પણ ધ્યાન રાખ્યા વગર વાનચાલકે ગાડી રિવર્સ લેતાં બાળક ઉપર ટાયર ફરી વળ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ હતી. આ ઘટના ત્રણ દિવસ પહેલાંની છે. અને બાળક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પરિવારે જણાવ્યા પ્રમાણે સ્કૂલવાને બાળકને કચડી નાંખ્યો હતો. જેના કારણે તે જે સાઇકલ ચલાવી રહ્યો હતો તે પણ તેને વાગતા ફેફસા અને ખભામાં ગંભીર ઇજાઓ પહોંચી છે. હાલ તેની તબિયત સ્થિર છે.