મોરબી જીલ્લામાં કોરોનાના આજના નવા કેસ ૧૬૬ અને ૨૦૬ દર્દીઓ સ્વસ્થ થયા

જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ઘટીને ૧૫૩૭ થયો: વાંકાનેર તાલુકામાં આજે ૧૮ કેસો નોંધાયા

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં વધારો સતત જોવા મળે છે જોકે કોરોનાના નવા કેસો કરતા રીકવરી રેટ વધી રહ્યો છે જે રાહતના સમાચાર કહી સકાય આજે જીલ્લામાં નવા ૧૬૬ કેસ નોંધાયા છે જેની સામે ૨૦૬ દર્દીઓ સ્વસ્થ થયા છે

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૧૮ કેસ જેમાં ૪૩ ગ્રામ્ય અને ૭૫ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકાના ૧૮ કેસો જેમાં ૦૮ ગ્રામ્ય અને ૧૦ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૧૨ કેસોમાં ૦૭ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકાના ૦૮ અને માળિયા તાલુકાના ૧૦ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૧૬૬ કેસ નોંધાયા છે તો આજે ૨૦૬ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૫૩૭ થયો છે

આ સમાચારને શેર કરો