skip to content

મોરબી: આજે કોરોનાના 4 કેસ નોંધાયા, જિલ્લાનો કુલ આંકડો 156


આજે હળવદ અને વાંકાનેરમાં એક એક અને મોરબીમાં 4 કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસનો કુલ આંકડો થયો 156

મોરબી : મોરબી જિલ્લામાં હળવદ અને વાંકાનેરમાં એક એક કેસ નોંધાયા બાદ સાંજે સાત વાગ્યે મોરબી શહેરમાં વધુ 4 કેસ નોંધાયા છે. આ સાથે આજના કુલ કેસ 6 થયા છે. મોરબી જિલ્લાનો કોરોના પોઝિટિવ કેસનો આંકડો 156 પર પોહચ્યો છે.

મોરબીમાં સાંજે જાહેર થયેલા મોરબીના ચાર કેસની મળતી વિગત મુજબ મોરબી તાલુકાના શિવનગર (પંચાસર ગામ)માં રહેતા ભાવેશભાઈ પ્રેમજીભાઈ (ઉ.32) અને મોરબી શહેરના કાયાજી પ્લોટમાં રહેતા નિલેશભાઈ રમણિકભાઈ મહેતા (ઉ.51) તેમજ કાયાજી પ્લોટમાં જ રહેતા રમણિકભાઈ મોહનભાઇ તન્ના (ઉ.60) તથા મોરબી શહેરમાં જીઆઇડીસી સામે, શનાળા રોડ, અંકુર સોસાયટીમાં રહેતા ધર્મેશભાઈ વિઠ્ઠલદાસ ગંદા (ઉ.51)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આજે મોરબી જિલ્લામાં કુલ 6 કેસ નવા નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લાના કોરોના પોઝિટિવ કેસનો આંકડો 156 થઈ ગયો હતો. જ્યારે આજે 3 લોકો સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ 156 કેસમાંથી 84 લોકો સારવાર હેઠળ છે. જ્યારે 63 લોકો સાજા થતા રજા આપી દેવામાં આવી છે. અને 9 લોકોના મૃત્યુ થયા છે.

આ સમાચારને શેર કરો