Placeholder canvas

સૌરાષ્ટ્રમાં આજે 3 પોઝિટિવ કેસ, રાજકોટ(ગ્રામ્ય)માં 1, ગીર સોમનાથ-1,પોરબંદર-1 કુલ 3 નવા પોઝિટિવ કેસ નોંધાયા

રાજકોટ શહેર બાદ ગ્રામ્યમાં કોરોના પ્રસર્યો, ફ્રાન્સથી મુંજકા આવેલા યુવાનનો કોરોના પોઝિટિવ રિપોર્ટ

પોરબંદરમાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો, રાજકોટમાં 500 લોકો ઓબ્ઝેર્વેશન હેઠળ છે.

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આજે 29 માર્ચે વધુ ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં ફ્રાન્સથી રાજકોટના મુંજકા આવેલા 36 વર્ષીય યુવક, વેરાવળમાં ગઇકાલે વૃદ્ધને પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો તેના પરિવારજન અને પોરબંદરમાં 48 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. પોરબંદર જિલ્લામાં પ્રથમ કેસ પોઝિટિવ આવતા લોકોમાં ભયનો માહોલ છે.

રાજકોટ શહેર બાદ ગ્રામ્ય પંથકમાં કોરોના પ્રસર્યો
રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા આકંડો 9 પર પહોંચ્યો છે. જ્યારે 500 લોકો ઓબ્ઝેર્વેશન હેઠળ છે. આજે 29 માર્ચે પોઝિટિવ કેસ આવ્યો તે યુવાન ફ્રાન્સથી આવ્યો હતો.આ યુવાન મુંજકા ગામનો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગળ મુંજકા ગામ આવેલું છે. હાલ સુધી શહેર પૂરતો કોરોના સિમિત હતો. પરંતુ ગ્રામ્ય પંથકમાં પોઝિટિવ કેસ આવતા મુંજકા ગામ આસપાસના ગામોમાં પણ ભયનો માહલો જોવા મળી રહ્યો છે.

રાજકોટ જિલ્લામાં 96માંથી 9 પોઝિટિવ અને 87 નેગેટિવ કેસ નોંધાયા
રાજકોટમાં અત્યાર સુધીમાં 109 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં શહેરમાં 77માંથી 8 પોઝિટિવ અને 69 નેગેટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્યમાં 19માં 18 નેગેટિવ અને 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. અન્ય જિલ્લાના 13માંથી 13 નેગેટિવ કેસ નોંધાયા છે. સરકારી હોસ્પિટલમાં 3 પોઝિટિવ અને ખાનગી હોસ્પિટલમાં 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટમાં 500 લોકો ઓબ્ઝેર્વેશન હેઠળ છે અને 989 લોકો ઓબ્ઝેર્વેશન બહાર છે.
કોરોના સામે ડિસઇન્ફેક્ટ કામગીરી
કોરોના સામે રક્ષણ મેળવવા રાજકોટમાં માધાપર ચોકડીથી સિવિલ હોસ્પિટલ સુધીના સમગ્ર રોડપર ફાયર ફાઇટરથી ડિસઇન્ફેક્ટની કામગીરી કરવામાં આવી હતી. મનપાની તમામ ટીપરવાન સહિતના વિવિધ સ્થળો પર છંટકાવ થઈ ગયો છે અને હજુ છંટકાવની પ્રક્રિયા ચાલુ છે તેવું મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે ખેતરોમાં શિયાળુ પાકોની કામગીરી ચાલી રહી હોવાથી તેમજ પાકને રક્ષણ માટે ખેડૂતોને વાડીએ જવું પડે છે. પશુ આહાર લેવા જતા ખેડૂતોને સહકાર મળે તે માટે તેઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો