skip to content

મોરબી શહેરમાં આજે 2 કોરોનાનો કેસ નોંધાયો

મોરબી જિલ્લામાં કોરોના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. આજે સવારે વાંકાનેરમાં એક કેસ નોંધાયા બાદ મોરબી શહેરમાં જોન્સનગર, લાતીપ્લોટ વિસ્તારમાં રહેતા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા 89 વર્ષના વૃદ્ધને ગઈકાલે કોરોનના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના સેમપલ લેવાય બાદ તેમનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 33 થઈ ગઈ છે.

મોરબી શહેરમાં આજે ગુરુવારે નોંધાયેલા પોઝિટિવ કેસની મળતી વિગતો મુજબ મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં આવેલા જોન્સનગરમાં રહેતા 30 વર્ષના યુવક સીરાઝભાઈ હનીફભાઈ નામના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવકને તાવ, શરદીના લક્ષણો દેખાતા ગઈકાલે મોરબીની ખાનગી હોસ્પિટલમાં બતાવવા માટે ગયા હતા. જ્યાં યુવકને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેનું સેમ્પલ લઈ ખાનગી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. જ્યાં આજે યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આજે મોરબી શહેરમાં બીજો કેસનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ 89 વર્ષના વૃદ્ધનો પણ ક્રોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં આ વૃદ્ધના સેમ્પલ લેવાયા બાદ તેમનો પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

મોરબીમાં હવે કોરોના બેકાબુ બની ગયો હોય તેમ કોરનાના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. આજે સવારે વાંકાનેરમાં એક કેસ નોંધાયા બાદ મોરબી શહેરમાં જોન્સનગરમાં એક યુવાન બાદ 89 વર્ષના વૃદ્ધનો પોઝોટિવ રિપોર્ટ આવ્યા બાદ મોરબીના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા 89 વર્ષના વૃદ્ધને ગઈકાલે કોરોનના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના સેમોલ લેવાય બાદ તેમનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. આથી, આરોગ્ય તંત્રએ આ દર્દીના રહેણાંક વિસ્તારમાં દોડી જઈને તકેદારીના પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આજે મોરબી જિલ્લામાં કુલ 3 કેસ નોંધાયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IAdJp1mIanLFXSf4tkE8n9

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો