ટંકારા: અમરાપર સહકારી મંડળીમા છેતરપીંડી કર્યાની 11 સામે ફરિયાદ
સહકારી મંડળીના મંત્રીએ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
By Jayesh bhatasana -Tankara
ટંકારા : ટંકારાના અમરાપરની સહકારી મંડળીમા ગોટાળા કરીને છેતરપીંડી કર્યાની મામલો ટંકારા પોલીસ મથકે પહોંચ્યો છે. સહકારી મંડળીની ચૂંટણી જીતવામાં માટે આ આખું કારાસ્તાન કરીને સરકારી નાણાં ડૂબાડયાની સહકારી મંડળીના મંત્રીએ 11 સામે ફરિયાદ નોંધાવી છે. આથી, આ સમગ્ર મામલે ટંકારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ટંકારા તાલુકાના નવા અમરાપર ગામની સહકારી મંડળીના મંત્રી મોહમદઅસ્લમ અયુબભાઇ કડીવાર (ઉ.વ.૨૧) એ આરોપીઓ રસુલ રહીમભાઇ કડીવાર, મરીયમબેન આહમદભાઇ બાદી, હુશેનભાઇ આહમદભાઇ બાદી, અલીભાઇ વલીભાઇ શેરસીયા, રહીમભાઇ અમીભાઇ ખોરજીયા, હુશેનભાઇ આહમદભાઇ કડીવાર, ઇસ્માઇલભાઇ મામદભાઇ બાદી, આશીબેન રહીમભાઇ ખોરજીયા, અયુબભાઇ મામદભાઇ બાદી, આહમદભાઇ મામદભાઇ બાદી, હુશેનભાઇ મામદભાઇ બાદી (રહે.બધા અમરાપર તા.ટંકારા) સામે ફરિયાદ નોંધાવી હતી.
ગત તા. ૨૭/૦૯/૨૦૧૮ થી તા.૨૩/૧૦/૨૦૧૮ દરમ્યાન કોઈપણ વખતે અમરાપર સહકારી મંડળીમા એક આરોપીએ કાયદેસર લેણી રકમ ડુબાડવાના બદઇરાદાથી યેનકેન પ્રકારે મંડળીના લેટર પેડ મેળવી તેમા ફરીયાદીની ખોટી બનાવટી સહીઓ કરી પોતાના અંગત ફાયદા માટે બોગસ પ્રમાણપત્ર મેળવી ખોટી રીતે વારસાઈ એન્ટ્રી કરાવી મંડળીના શેર સભ્ય બનાવવાના ઈરાદેથી સહકારી મંડળીની ચુંટણી જીતવાના બદઈરાદાથી સહકારી મંડળી સાથે છેતરપીંડી કરી બોગસ પ્રમાણપત્ર (નોડ્યુ સર્ટી) મેળવી અન્ય આરોપીઓએ એક નબરના આરોપીની બનાવટી સહી મેળવી ખોટા બનાવટી દાખલા ટંકારા મામલતદાર કચેરીમા ખરા તરીકે ઉપયોગ કરી પોતાના અંગત લાભ માટે રજુ કરીને છેતરપીંડી કરી હતી. બાદમાં ફરિયાદી સાથે વિશ્વાસઘાત થયાનુ રેકર્ડ પરથી માલુમ પડતા ગઈકાલે તુરત જ તેઓએ આ મામલે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IAdJp1mIanLFXSf4tkE8n9
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…