આજે મોરબી અને વાંકાનેરમાં વધુ એક-એક કેસ નોંધાયા : જિલ્લામાં આજના કુલ 12 કેસ
મોરબી જિલ્લામાં આજે રવિવારે એક જ દિવસમાં રેકર્ડબ્રેક 12 કેસ નોંધાયા છે. જેમાં મોરબી શહેર અને વાંકાનેર શહેરમાં એક એક કેસ નોંધાયો છે. આ સાથે આજના રવિવારના કુલ કેસ 12 અને મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની સંખ્યા 54 પર પોહચી ગઈ છે.
રવિવારે રાત્રીના દશ સવા દશ વાગ્યે જાહેર થયેલા બે કોરોના પોઝિટિવ કેસની મળતી વિગત મુજબ એક કેસ મોરબી શહેરની અવની ચોકડી પાસે આવેલા ધ્રુવ પેલસ એપાર્ટમેન્ટમાં રહેતા લીલાવંતીબેન મનસુખભાઇ ગોપાણી (ઉ.50)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે અગાવ પોઝિટિવ આવેલ મનસુખભાઇ ગોપાણીના પત્ની છે. જ્યારે બીજો કેસ વાંકાનેર શહેરમાં અમરનાથ સોસાયટીમાં રહેતા નયનાબા હરપાલસિંહ રાયજાદા (ઉ.34)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે પણ અગાવ પોઝિટિવ આવેલ હરપાલસિંહના પત્ની છે.