મોરબી:આજે પણ નોંધાયા કોરોનાના 2 કેસ: કુલ કેસ થયા 36

મોરબી જિલ્લામાં ગઈકાલે રેકર્ડબ્રેક 12 કેસ નોંધાયા બાદ આજે સોમવારે પણ પોઝિટિવ કેસનો સિલસિલો ચાલુ રહ્યો છે. આજે વધુ 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં દરબારગઢમાં રહેતા 60 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ, ગઈકાલે સુથાર શેરીમાં પોઝિટિવ આવેલા 53 વર્ષના પુરુષના પત્નીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા 56 થઈ ગઈ છે.

આજે સોમવારે બપોરે નોંધાયેલા પોઝિટિવ કેસની મળતી વિગત મુજબ હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ મોરબીના દરબારગઢ વિસ્તારમાં આવેલી સંઘવી શેરીમાં રહેતા 60 વર્ષના વૃદ્ધ મહેશભાઈ જમનાદાસ ફિચડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વૃદ્ધના મોરબીમાં તારીખ 4ના રોજ રિપોર્ટ નેગેટિવ આવેલ હતો. બાદમાં તેઓ રાજકોટ સિવિલમાં દાખલ થઈ ત્યાં રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ગઈકાલે દરબારગઢ વિસ્તારમાં સુથાર શેરીમાં પોઝિટિવ આવેલા 53 વર્ષના પુરુષના પત્ની (ઉ.44)નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ દર્દી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.

આજના બે કેસ સાથે મોરબી તાલુકામાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 36 થઈ છે. જ્યારે મોરબી જિલ્લાની કુલ કેસની સંખ્યા 56 પર પહોંચેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો