Placeholder canvas

વાંકાનેર: 92 હજારના સોના-ચાંદીના દાગીનાની ચોરી

પરિવાર માનતા પૂર્ણ કરવા બહારગામ ગયો અને પાછળથી તસ્કરોએ ઘર સાફ કરી નાખ્યું : કૂલ રૂ.૯૨,૬૦૦ ની માલમતાની ચોરીની ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેરમાં આરોગ્ય નગર વિસ્તારના એક મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીનાનો હાથફેરો કરી ગયાનો મામલો સામે આવ્યો છે. આ બનાવમાં પરિવાર માનતા પૂર્ણ કરવા બહારગામ ગયો અને પાછળથી તસ્કરો ઘરમા તાટકિયા હતા. આ મકાનમાંથી કૂલ રૂ.૯૨,૬૦૦ ની માલમતાની ચોરીની ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેરના આરોગ્યનગર રામાપીરના મંદિર પાસે રહેતા ઇરફાનશા મલુકશા શાહમદાર (ઉ.વ ૨૧) એ અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૭ ના રોજ ફરિયાદી પોતાના રહેણાક મકાનને તાળા મારી પોતાના પત્ની તથા બાળકો સાથે માનતા કરવા મોટા વાગુદડ ગામે ગયા હતા. તે દરમ્યાન તા.૧૮ ના રોજ રાત્રીના સમયે ફરિયાદીના બંધ રહેણાક મકાનને તસ્કરોએ નિશાન બનાવી આ મકાનના મુખ્ય દરવાજાનુ તાળુ તોડી અંદર પ્રવેશ કરી રૂમમા રહેલ લાકડાના કબાટની ચાવી લાકડાના ટેબલમા રાખેલ હતી. તેના વડે લાકડાનો કબાટ ખોલી કબાટમા રાખેલ આ કામના ફરિયાદી તથા તેના પત્ની બાળકોના સોના ચાંદીના દાગીના તથા ફરિયાદીની સનાટા કંપનીની ઘડીયાળ મળી કૂલ રૂ.૯૨,૬૦૦ ની માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. દરમિયાન બહારગામથી તેઓ પરત આવતા ઘરમાં ચોરી થયાનું માલુમ પડતા આ બનાવની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો