વાંકાનેર તાલુકામાં પાડધરા ચોકડી બાદ સિંધાવદર ગામમાં થઈ ચોરી
વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચોર ગેંગ સક્રિય થઇ હોય એવું લાગે છે, હજુ થોડા સમય પૂર્વે જ પાદધરા ચોકડી પાસે બે દુકાનના શટર તૂટયા હતા ત્યારબાદ ગત તારીખ 28 ના રાતના સિંધાવદર ગામમાં એક દુકાનનું શટર તોડી ચોરી થઈ છે.
મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામમાં રેલવે ફાટકની નજીક આવેલી શેરસીયા અશરફ હુસેનભાઈની દુકાનનું ગત તારીખ 28 ની રાત્રે સટર તોડીને દુકાનમાંથી તેલનો ડબ્બો, સોપારી તમાકુના ડબ્બાનું બોક્સ, બ્રાન્ડેડ પર્ફ્યુમ્સ અને બીજી કીમતી કટલેરીની વસ્તુઓ આમ આશરે ત્રીસેક હજારની ચીજ વસ્તુઓની ચોરી થઈ છે.
આ ઉપરાંત ગામમાંથી એક ઘરે મોટરસાયકલની પણ ચોરી થઈ છે, આ મોટર સાયકલ કાલાવડી અને પ્રતાપગઢ ની વચ્ચે કોઈ જગ્યાએ મૂકીને તે લોકો જતા રહ્યા હતા. મોટરસાયકલ ત્યાંથી મળી આવ્યાની માહિતી મળેલ છે. આ ઉપરાંત જે દુકાને ચોરી થઇ તેમની આસપાસમાં એક ઘરે ફળીમાં મોટર સાયકલ પડ્યા હતા તે ચોરવાની કોશી કરી પણ અવાજ થતા ઘરના લોકો જાગી ગયા હતા અને ચોર ભાગી ગયા હતા.
ચોરની ગેંગ ગ્રામ્ય વિસ્તારમાં ચોરી કરવા માટે સક્રિય થઇ હોય તેવું લાગે છે જેથી પોલીસે હવે સક્રિય થવું જોઇએ અને લોકોએ સાવચેત