મોરબી:વધુ 2 કેસ નોંધાતા આજના રેકર્ડબ્રેક 30 કેસ થયા

આજે 5 લોકો સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

મોરબી :મોરબી જિલ્લામાં આજે સવારે 28 કેસ નોંધાયા બાદ સાંજે વધુ બે નવા પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેથી અત્યાર સુધીના કોરોના કેસનો આંકડો 295 થયો છે. વધુમાં આજ રોજ મોરબીના 4 અને હળવદના 1 આમ કુલ 5 દર્દીઓ સાજા થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 295 કેસ નોંધાયા છે. જેમાંથી 157 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે 20 દર્દીના મોત નિપજ્યા છે. અને હાલ 118 દર્દીઓ સારવાર હેઠળ છે.

આ સમાચારને શેર કરો