મોરબી જિલ્લામાં 23 પોલીસ કર્મચારીની અરસ પરસ બદલી
મોરબી જિલ્લા પોલીસ અધ્યક્ષ ડૉ.કરણરાજ વાઘેલા દ્વારા પોલીસ કર્મચારીની અરસ પરસ બદલી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ એસપી મોરબીઍ મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીની અરસ પરસ બદલી કરતા 23 કર્મચારીઓને બદલી કરવામાં આવી છે. જેમાં વાંકાનેર થી કોઈપણ પોલીસ કર્મચારી ની બદલી થઇ નથી. જ્યારે માળીયા (મી.) માં ફરજ બજાવતા તાજુદ્દીન શેરસિયા અને પોલીસ હેડ કવાટરમાં ફરજ બજાવતા પ્રતિપાલસિંહ વાળાને વાંકાનેર શહેર પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે.