Placeholder canvas

જિંદગીનું મહત્ત્વ સમજાવતા ચિત્રો સાથેનું રાજ્યનું પ્રથમ લોકઅપ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બનાવાયું 

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજદારો માટે લાઈબ્રેરી પણ હશે

પોલીસ સ્ટેશનની વાત આવે અને ત્યાં જવાનું થાય તો સામાન્ય માણસ વિચાર શૂન્ય બની જાય, પરંતુ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનને એવો ઓપ આપવામાં આવ્યો છે કે ગુનાખોરીમાં લોકઅપમાં પહોંચનાર આરોપીને પણ ગુનાખોરીમાં પાછા ન ફરે અને જિંદગીનું મહત્ત્વ સમજાય તેવા લખાણ અને ચિત્રો લોકઅપમાં જોવા મળશે, એટલું જ નહીં પોલીસ સ્ટેશનમાં લાઇબ્રેરી પણ શરૂ કરવામાં આવશે.

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ.વાળાએ જણાવ્યું હતું કે, જ્યારે કોઇ વ્યક્તિ ફરિયાદ કે અરજી કરવા આવે ત્યારે તેમની સાથે તેમના પરિચિત સાતથી આઠ લોકો આવતા હોય છે, પોલીસ સ્ટેશનના માહોલથી એ લોકો માનસિક અસ્વસ્થતા અનુભવતા હોય તેવું લાગતાં એવો વિચાર આવ્યો હતો કે, પોલીસ તેમનો મિત્ર છે અને પોલીસ સ્ટેશનથી સામાન્ય લોકોને ડરવાની જરૂર નથી તેવો માહોલ ઊભો કરવો, આ વિચાર આવતાં જ ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનને આગવું બનાવવાની યોજનાને આગળ ધપાવી હતી.

આ સાથે જ રાજકોટ શહેરમાં જુદા જુદા સ્થળે આકર્ષક ચિત્રો બનાવી રાજકોટને રંગીન બનાવનાર ચિત્રનગરીના જીતુભાઇ ગોટેચાને વાત કરતાં તેમણે પોલીસ સ્ટેશનની દીવાલ પર સંદેશાત્મક ચિત્રો બનાવી દીધા હતા. લોકઅપમાં આરોપીને પૂરવામાં આવે છે ત્યારે લોકઅપમાં બેસીને તેને પોતે કરેલા કૃત્યનો અફસોસ થાય અને ત્યાંથી બહાર નીકળે ત્યારે સારા નાગરિક તરીકે જિંદગી જીવે અને તેના પરિવારનું મહત્ત્વ સમજે તેવા હેતુ સાથે લોકઅપની અંદર પણ પરિવાર અને જિંદગીનું મહત્ત્વ દર્શાવતા ચિત્રો અને સુવાક્યો લખવામાં આવ્યા છે.

લોકઅપની અંદર આવા સંદેશાત્મક ચિત્રો હોય તેવું રાજ્યનું આ કદાચ પ્રથમ લોકઅપ બન્યું છે. લોકઅપની બહાર નીકળવાના ગેટ પર લખવામાં આવ્યું છે કે, ‘ફરી ન પધારશો’. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની આ પહેલ આગામી દિવસોમાં કદાચ રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ જોવા મળશે છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો