મોરબીમાં બેંકમાં લૂંટ કરનાર સુપડી ગામની સીમમાંથી પકડાયા…
વાંકાનેર: આજે બપોરના મોરબીમાં બેંક ઓફ બરોડામાં બંદુકની અણીએ લૂંટ કરીને ભાગનાર ચાર શખ્શો સુપડી ની સીમમાંથી પકડાયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
લોકો દ્વારા મળેલી માહિતી મુજબ અને કપ્તાનને મોકલેલા ફોટો અને વિડીયો મુજબ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ લૂંટારુ ટોળકી પકડાઈ ગઈ છે. પ્રાથમિક માહિતી પણ એવી સામે આવી હતી કે આ લૂંટારૂઓ હળવદ તરફ ભાગ્યા છે.
અમોને હળવદ તાલુકાના સુપડી ગામના લોકો તરફથી મળેલી માહિતી મુજબ આ લૂંટારું ટોળકી સુપડીની સીમમાં ભાગ્યા હતા અને એક વાડીમાં મકાઈના ઉભા પાકમાં સંતાયા હોવાની માહિતી મળી હતી જેની પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં દોડી આવી હતી અને ગામ લોકોએ પણ સારો સહકાર આપ્યો હોઇ તેવું વિડીયોમાં લાગી રહ્યું છે. વધુમાં મળતી માહિતી મુજબ આ લુંટારૂ ટોળકીમાં ચાર જણા છે અને એક વ્યક્તિને પગમાં ઈજા થઈ હોય તેવી માહિતી મળી છે.
જુઓ વિડિયો …
આ માહિતી ગામ લોકો તરફથી અને કપ્તાન ને મળેલા ફોટો અને વિડીયો ના માધ્યમથી સામે આવેલી છે. હજુ સુધી પોલીસ દુવારા કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…