મેસવડામાં ડેરી સંચાલક પર થયેલા ખૂની હૂમલામાં પ્રૌઢનું સારવાર દરમિયાન મોત: બનાવ હત્યામાં પલટાયો
કુવાડવાના મેસવડા ગામે મહિલા દુધ ઉત્પાદક સહકારી મંડળી લીમીટેડ ડે2ીનાં સંચાલક ભરવાડ પિતા-પુત્ર પ2 બે શખ્સોએ અગાઉનું મનદુ:ખ રાખી છુટા પથ્થ2નાં ઘા કરી ડેરીમાં તોડફોડ કરી હતી અને છરિનાં ઘા ઝીંકી પ્રૌઢની હત્યાનો પ્રયાસ ર્ક્યો હતો. આ અંગે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી બંને આરોપી ને ક્રાઇમબ્રાન્ચે દબોચી લીધા હતા. આ બનાવમાં સારવારમાં રહેલા ભરવાડ પ્રોઢે સારવારમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટયો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કુવાડવાનો મેસવાડા ગામે ગત.તા.7ના રોજ ગ્રાહકો દુધ ભરાવવા આવતા હતા ત્યારે રાત્રીના સમયે ડેરિએ પારસભાઈ દેવાભાઈ સાગદીયા અને કાળુભાઈ જહાભાઈ સાગડીયા બંને દુધ ભરાવવા માટે આવેલ હતા અને તે વખતે અમારા ગામનો હકા ખીમજી બાવળીયા ડેરિની સામે આવ્યો અને આ હકો એક માસ પહેલા ડેરિએ મહિલા ગ્રાહક દુધ ભરાવવા આવ્યા ત્યારે અપશબ્દ બોલ્યો અને પજવણી કરતા આ મામલે નવધણભાઈના કાકા વાળાભાઈ નાથાભાઈ સાગડીયાએ તેને ઠપકો આપ્યો હતો જે મામલે મનદુ:ખ રાખીને અને તે અવાર નવાર સીન સપાટા મારવા આવતો હતો.
ગઈકાલે ડેરિની સામે ઉભા રહી પથ્થરોના ઘા મારવાનું ચાલુ કરિ દીધેલ અને તે પથ્થરોના ધા ડેરિમાં આવતા કમ્પ્યુટ સ્ક્રીન, વજન કાંટો તુટી ગયો હતો અને બીજા પથ્થરોના ધા કાળુભાઈ જહાભાઈ પીઠના ભાગે લાગતા તે ત્યાં નીચે પડી ગયેલ અને આ પથ્થરો હકાભાઈ ધા કરતા હતા.
ત્યારે દેકારો સાંભળી પિતાજી મેરાભાઈ નાથાભાઈ (ઉ.વ.પ0) દોડીને આવ્યા અને તેમને આ હકાભાઈને રોક્વા જતા હકાએ તેની પાસે રહેલી છરિ કાઢી પિતાજી મેરાભાઈને છરિના બેથી ત્રણ ઘા ઝીંકી દીધા હતા. પિતા મેરાભાઈ ઢળી પડતા ત્યાં થોડે દુર હકાના પિતા ખીમજીભાઈ પણ થોડે દુર ઉભા હતા. આ હુમલામાં ઘવાયેલા મેરાભાઈ અને હકાભાઈ અને નવઘણભાઈને અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં મેરાભાઈઍ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટયો હતો આજરોજ જેલમાં રહેલા બંને આરોપી સામે હત્યાની કલમનો ઉમેરો કરાયો છે.