સિરામિક ફેકટરીને મળેલ પાર્સલમાં બૉમ્બ હતો ! બેથી વધુની અટકાયત કરી પુછપરછ શરૂ કરાઈ

બૉમ્બ સ્ક્વોડે સલામત રીતે પાર્સલને બ્લાસ્ટ કરીને ડિફ્યુઝ કર્યું

વાંકાનેર : વાંકાનેર નજીક એક સિરામિક ફેકટરીમાંથી બૉમ્બ જેવી મળેલી શંકાસ્પદ વસ્તુ બૉમ્બ જેવી જ વસ્તુઓ નીકળી હતી. જેથી બૉમ્બ સ્ક્વોડે આ કર્યુંને દૂર લઈ જઈને સ્પાર્કથી બ્લાસ્ટ કરીને તેને ડીફ્યુઝ કરી નાખ્યો છે. હાલ પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સેટમેક્સ સિરામિક નામના એકમમાંથી બૉમ્બ જેવી શંકાસ્પદ પાર્સલમાંથી મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાદમાં શંકાસ્પદ વસ્તુને ફેક્ટરીથી દૂર લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજકોટથી બૉમ્બ સ્ક્વોડની ટીમ તાત્કાલિક રાજકોટથી રવાના થઈ હતી.

બૉમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવતા આ શંકાસ્પદ વસ્તુ બૉમ્બ જેવી હોવાનું સામે આવ્યું હતું. જેથી આ પાર્સલની ફરતે સિરામિક પાવડરની થેલીઓ ગોઠવી તેને સ્પાર્કથી બ્લાસ્ટ કરી દઇ તેને ડિફ્યુઝ કરી દેવામાં આવ્યો હતો. આ પાર્સલ ડિફ્યુઝ થઈ જતા પોલીસ અને ફેકટરીના કર્મચારી તથા મેનેજમેન્ટે રાહતનો શ્વાસ લીધો હતો. હાલ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે અને પાર્સલ મૂકી જનાર અજાણ્યા બાઇક ચાલકને શોધી બનાવનો સમગ્ર ભેદ ઉકેલવાની કવાયત હાથ ધરી છે.

પાર્સલ આપનારે સિરામિકના માલિકને મેસેજ પણ કર્યા હતા

સીરામીક ફેક્ટરીના માલિકને પાર્સલમાં બૉમ્બ જેવી વસ્તુ મોકલનારે એક નંબર પણ આપ્યા, તે નંબર ઉપરથી ફેકટરી માલિકને મેસેજ પણ મળ્યા હતા

વાંકાનેર : સરતાનપર રોડ ઉપરની એક સિરામિક ફેક્ટરીમાંથી બૉમ્બ જેવી વસ્તુ મળવાના પ્રકરણમાં જિલ્લા પોલીસ વડાએ એવું જણાવ્યું છે કે પાર્સલમાં કોઈ મોટી વિસ્ફોટક વસ્તુ ન હતી. અને પાર્સલ આપી જનારે એક નંબર પણ આપ્યા હતા, તે નંબર ઉપરથી ફેકટરી માલિકને મેસેજ પણ મળ્યા હતા. વધુમાં સુત્રોમાથી મળતી વિગત અનુસાર આ મામલે પોલીસે પૂછપરછ માટે બેથી વધુ લોકોની અટકાયત પણ કરી છે.

વાંકાનેર પાસે સરતાનપર રોડ ઉપર સેટમેક્સ સિરામિક નામના એકમમાંથી બૉમ્બ જેવી શંકાસ્પદ પાર્સલમાંથી મળી આવવાના બનાવમાં જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાએ જણાવ્યું કે અજાણ્યો શખ્સ વોચમેનને પાર્સલ આપી ગયો હતો. બાદમાં માલિકને પાર્સલમાં બૉમ્બ જેવી વસ્તુ દેખાતા તેને પોલીસનો સંપર્ક કર્યો હતો. બૉમ્બ સ્ક્વોડના જણાવ્યા મુજબ પાર્સલમાં કોઈ મોટી વિસ્ફોટક પદાર્થ મળ્યો નથી. હાલ એફએસએલ દ્વારા સેમ્પલ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

ફેકટરીના સિક્યુરિટી ગાર્ડને પાર્સલ આપી જનાર હિન્દી ભાષી શખ્સે પાર્સલની સાથે એક નંબર પણ આપ્યા હતા. જેનો સંપર્ક કરવાનો ફેકટરી માલિકે પ્રયત્ન પણ કર્યો હતો. અને આ નંબર ઉપરથી ફેકટરી માલિકને બેથી ત્રણ મેસેજ પણ મળ્યા હતા. આવુ જિલ્લા પોલીસ વડાએ પણ સતાવાર રીતે જણાવ્યું છે. પણ શુ મેસેજ આવ્યા અને શુ વાતચીત થઈ તે હજુ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી.

વધુમાં સુત્રોમાંથી એવી વિગતો મળી રહી છે કે પોલીસે પૂછપરછ માટે બેથી વધુ લોકોની અટકાયત પણ કરી છે. અને પાર્સલમાં કોઈ વિસ્ફોટક પદાર્થ ન હતો પણ બૉમ્બ જેવીજ બીજી વસ્તુઓ બેટરી, ઘડિયાળ વગેરે મુકવામાં આવ્યું હતું. જો વિસ્ફોટક પદાર્થ હોત તો બ્લાસ્ટ થઇ શકત. બીજી બાજુ ફેકટરી માલિકને મોબાઈલમાં મેસેજ પણ મળ્યા છે એટલે પોલીસે ખંડણીની કોઈ વાત છે કે નહીં તે બાબતે તપાસ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો