વાંકાનેર: સિરામિક ફેકટરીને પાર્સલમાં બૉમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી, બોમ્બ સ્કવોર્ડ અને પોલીસ ઘટનાસ્થળે

વાંકાનેર : વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ એક સિરામિક ફેકરારીમાં પાર્સલમાં બૉમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ અંગે જાણ થતા જ જિલ્લા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે ઉપરાંત રાજકોટથી બૉમ્બ સ્ક્વોડને પણ તાત્કાલિક બોલાવી લેવાય છે.

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સેટમેક્સ સિરામિકમાં એક બાઇક ઉપર અજાણ્યા શખ્સોએ આવીને કોમ્પ્યુટર વિભાગનું પાર્સલ આવ્યું છે તેમ કહી એક પાર્સલ આપ્યું હતું. ફેક્ટરી સંચાલક વિનોદભાઈ ભાડજાએ આ પાર્સલ થોડું ખોલતા તેમાંથી બૉમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતા એકમમાં કામ કરતા તમામ કર્મચારીઓ અને મેનેજમેન્ટના હોશ ઉડી ગયા હતા.

આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા એલસીબી, એસઓજી અને વાંકાનેર તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બાદમાં તુરંત જ રાજકોટ ખાતેની બૉમ્બ સ્કવોડને જાણ કરવામાં આવતા તે પણ ઘટના સ્થળે પહોંચવા રવાના થઈ ગઈ છે.

હાલ પોલીસ દ્વારા આ પાર્સલને અલગ રાખીને તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. આ પાર્સલ કોને મોકલ્યો અને કેના માટે મોકલ્યો તે વિગતો મેળવવા પોલીસે સઘન તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 75
  •  
  •  
  •  
  •  
  •  
    75
    Shares