લે બોલ,બિહારના ‘પાડા ડોક્ટર’ને વાંકાનેરના લોકોના આરોગ્યની ચિંતા થઈ !!

સરતાનપર – રાતાવીરડા રોડ ઉપર ડીગ્રી વગર દવાખાનું ખોલ્યું હતું, પોલીસે પક્કડી પાડ્યું.

વાંકાનેર : બિહારના એક પાડા ડોક્ટરને વાંકાનેરના લોકોની આરોગ્યની ચિંતા થતા તેમને વાંકાનેર તાલુકામાં ગામડામાં દવાખાનું ખોલ્યું હતું અને તબીબી સેવા આપીને મેવા રડતો હતો ત્યારે આ તેમની સેવા પોલીસ ન જોઈ શકતા તેમને પકડીને પોલીસ મથકે લઇ આવ્યા હતા !! એ પૂર્વે પોલીસે તપાસ કરી હતી અને ત્યારે તેમને માલૂમ થયું હતું કે ડોક્ટર નહીં પણ પાડા ડોક્ટર છે (સમસ્યાને, મતલબ કે ઘોડા ડૉકટર)

વાંકાનેર તાલુકાના સરતાનપર – રાતાવીરડા રોડ ઉપર ડીગ્રી વગર દવાખાનું ખોલી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરતા બિહારના ઘોડા ડોક્ટરને વાંકાનેર પોલીસ પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર – રાતાવીરડા રોડ ઉપર રોસા સિરામિક ફેકટરી સામે ડીગ્રી વગર દવાખાનું ખોલી દર્દીઓની સારવાર કરવામાં આવતી હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના લોરિયા તાલુકાના મિશ્રાટોલા ગામના અને હાલમાં જાબુંડિયા ગામે રહેતા સુરેંન્દ્રકુમાર રામનરેશપ્રસાદ ગુપ્તાને ઝડપી લીધો હતો.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/JnLb1qRRcMLL2mOaumRb5j
આ સમાચારને શેર કરો