નીતિન પટેલને ગાયે અડફેટે લીધા: ઢીંચણમાં ઇજા થતા હોસ્પિટલમાં દાખલ…

આજે કડીમાં ભાજપની તિરંગા રેલી નીકળી હતી, જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર હતા. રેલી દરમિયાન અચાનક એક ગાય રોડ પર દોડી આવી હતી અને નીતિન પટેલને અડફેટે લીધા હતા. એમાં તેમના ઢીંચણના ભાગે ઈજાઓ પહોંચી હતી. નીતિન પટેલને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના કરણપુર શાકમાર્કેટ પાસે ઘટી હતી.

રાજ્યમાં રસ્તે રખડતી ગાયોને કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આમ છતાં સત્તાધારીઓ શહેરીજનોને રસ્તે રખડતાં ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવી શક્યું નથી. શહેરીજનોને રસ્તે રખડતાં ઢોરોથી મુક્તિ અપાવવા માટે મોટી વાતો થાય છે, પરંતુ એનો કોઇ અમલ થતો નથી.

આજે નીતિનભાઈને ગાયએ હડબેઠ લીધા… એટલે લોકોની કોમેન્ટ આવવા લાગી કે હવે કંઈક થશે… ! ત્યારે એક સમજદાર વ્યક્તિ એવી કોમેન્ટ કરી કે નીતિનભાઈને એહસાસ થશે કે રેઢીયાળ ઢોરનો ત્રાસ કેવો છે. પણ હવે તેમના હાથમાં કંઈ છે નહીં… એટલે કોઈ ગુજરાતીએ ઢોરના ત્રાસ મુક્તિના સ્વપ્ના ન જુવા. તો એક વધુ સમજદાર વ્યક્તિએ એવી કોમેન્ટ કરી કે શું હવે એની રાહ જોવાની કે ભુપેન્દ્રભાઈ પટેલને ગાય કે હડબેઠ લીએ !!!

આ સમાચારને શેર કરો