Placeholder canvas

વાંકાનેર: કઇ યુનિવર્સીટીની નર્સિંગની ઉત્તરવહી 27 નેશનલ હાઈવે પરથી મળી આવી? જાણવા વાંચો

વાંકાનેર: 27 નેશનલ હાઈવે પર ચંદ્રપુર ગામ પાસે નર્સિંગ કોલેજની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ઉત્તરવાહી મળી આવી છે.

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ પાસેથી પસાર થતો કંડલા અમદાવાદ 27 નેશનલ હાઈવે પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એફવાય બીએસસી નર્સિંગની ઉત્તરવહીઓ હાઈવે પર ઉડતી અને વેરવિખેર પડેલ મળી આવી છે. ગઈ કાલે સવારે 27 નેશનલ હાઈવે પર મળેલી માહિતી મુજબ મોટા જથ્થામાં આ યુનિવર્સિટી ઉત્તરવહીઓ જ્યાં ત્યાં ઊડી રહી હતી તેમને કેટલાક કચરો વીંણવા વાળા વ્યક્તિઓએ લઈ ગયા હતા ત્યારે હાઈવે પર રેડ રોઝ હોટલવાળા મહેબુબભાઇ મુલતાનીના ધ્યાનમાં આવતા તેમને 20 – 25 જેટલી ઉત્તરવહીઓ હાઇવે પરથી વીણીને પોતાની પાસે રાખીને કપ્તાન ન્યુઝને જાણ કરી હતી.

આ મામલે કપ્તાન ન્યુઝ તપાસ કરતા આ તમામ ઉત્તરવહીઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એફવાય બીએસસી નર્સિંગની હોવાનું માલુમ પડયું હતું આ ઉત્તરવાહીઓ 2019 માં લેવાયેલ એક્ઝામની હતી. આમ વીર નર્મદ યુનિવર્સિટીની ઘોર બેદરકારી સામે આવી છે. આ યુનિવર્સિટી 2019 માં લેવાયેલી એકઝામની ઉત્તરવહીનો નિયમ અનુસાર અને યોગ્ય રીતે નિકાલ કરી શકઈ નથી. જેથી આ સુરતની યુનિવર્સિટીની ઉત્તરવાહિ છેક વાંકાનેર હાઇવે પર ઉડતી અને રખડતી જોવા મળી છે.

આ ઘટનાનની જાણ ટ્વીટ દ્રારા મોરબી કલેક્ટર, સુરત કલેક્ટર,શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી, અને વિરોધ પક્ષના નેતાને દ્વારા કરવામાં આવી છે. આમ વિદ્યાર્થીઓની ઉત્તરવહી રસ્તા ઉપર રખડતી જોવા મળે એ કેટલા અંશે વ્યાજબી છે? અને આમાં જવાબદાર તંત્ર સામે યોગ્ય તપાસ કરી કાર્યવાહી થવી જોઈએ.

જુઓ વિડિયો

નીચેની લિંક પર ક્લિક કરો અને જુવો…

https://www.facebook.com/kaptaannews/videos/1211778242571443/

આ સમાચારને શેર કરો