Placeholder canvas

વાંકાનેર: જામસર ચોકડી પાસેથી 1 દારૂની બોટલ સાથે એકને ઝડપી પાડતી તાલુકા પોલીસ

વાંકાનેર જામસર ચોકડી નજીક નજીકથી વિદેશી દારૂ બોટલ સાથે એક શખ્સને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જામસર ચોકડી નજીક તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જામસર ચોકડી પાસેથી મનજીભાઈ જેસીંગભાઇ સરાવાડીયા જાતે કોળી રહે માટેલવાળા શંકાસ્પદ હાલતમાં જોવા મળતા તેમને રોકીને પોલીસ તેની તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ-1 કીમત રૂ.300 સાથે મળી આવતા પોલીસે આરોપી મનજીભાઈ જેસીંગભાઇ સરાવાડીયાની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો