વાંકાનેર સીટી હદ વિસ્તારમાં દારૂડિયાનો ત્રાસ; છ દિવસમાં નવ દારૂડિયાઓ પકડાયા.

દારૂ નું વેચાણ કરતા તત્વો સુધી પોલીસ પોઁહચી શકી નથી કે પોહચવા માંગતી નથી એ મોટો પ્રશ્ન??

વાંકાનેર ના ખૂણે ખૂણેથી દારૂ પીધેલી હાલતમાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા છેલ્લા છ દિવસમાં નવ દારૂડિયા પકડી પાડવામાં આવ્યા છે. મતલબ સાફ છે કે વાંકાનેર માં દારૂ સરળતાથી મળે છે અને તેનુ વેચાણ પણ થાય છે અને પોલીસ મુક દર્શક બની રહે છે.!! ઍ વાત અલગ છે કે કયારેક દેખાવ પુરતી કામગીરી પણ થાય છે…!!

વાંકાનેર સીટી પોલીસની હદમાં દિન પ્રતિદિન દારૂડિયાનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે વાંકાનેર સીટી પોલીસ દ્વારા છેલ્લા છ દિવસમાં નવ દારૂડિયા પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે મોટો પ્રશ્ન એ છે કે વાંકાનેર સીટી પોલીસની હદમાં શુ દારૂનો વેપલો ધમધમી રહ્યો છે?? વાંકાનેર સીટી પોલીસ દ્વારા છેલ્લા છ દિવસમાં અમરસિંહ હાઈસ્કૂલ,ગાયત્રી મંદિર,આંબેડકર નગર,વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે, દાણાપીઠ, મનમંદિર સોસાયટી પાછળ તેમજ વાંકાનેર જકાતનાકા પાસે આવેલ સી.પી.આઈ ઓફિસની સામે થી ત્રણ ઈસમો દારૂ પીધેલી હાલતમાં પકડાયેલ છે.ત્યારે વાંકાનેર સીટીની હદમાં દારૂનો ધોમ વેપલો થતો એ વાત ખુદ વાંકાનેર સીટી પોલીસ દ્વારા પકડી પડેલા દારૂડિયા પરથી ખ્યાલ આવે છે.

ત્યારે “કાનૂન ના હાથ લાંબા હોઈ છે”એ કહેવત વાંકાનેર સીટી પોલીસ પર ખરી ઉતરતી નથી. By Arjunsinh Vala

🛎🛎🛎🛎🛎🛎🛎🛎

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો