Placeholder canvas

કચ્છની કોમી એકતાનો “ચાંદ” આથમી ગયો: મુફતી-એ-કચ્છની વિદાયથી સમગ્ર કચ્છ શોકમય

કચ્છ-ભુજ : આજે મુસ્લિમ સમાજ તેમજ સમગ્ર કચ્છ માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. દરેક સમાજમાં સન્માનીય સ્થાન ધરાવતા એવા મુસ્લિમ સમાજના ધર્મગુરુ મુફતી-એ-કચ્છ આ દૂનિયામાથી વિદાય લેતા સમગ્ર કચ્છની પ્રજામા શોકની લાગણી ફેેેલાઇ ગઈ છે.

મુળ અબડાસા અને માંડવીમાં સ્થાયી થયેલા મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ અહેમદશા બાવા આજે આ દૂનિયા માંથી પડદો કરી ગયા છે. ( તેમનું અવસાન થયું છે) છેલ્લા થોડા દિવસોથી તેમની તબિયત ખરાબ થતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આજે 97 વર્ષની ઝૈફ ઉમરે તેઓ દૂનિયાને અલવીદા કરી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 10 દિવસ પૂર્વે તેમના મોટા દીકરા સૈયદ અનવરશા પણ જન્નત નશીન થયા હતા. પવિત્ર રમજાન માસમાં કચ્છના લોકો વચ્ચેથી બન્ને પિતા-પુત્રની વિદાય થતા કચ્છમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

મુફતી-એ-કચ્છ કે જેઓ મુસ્લિમ સમાજના ધર્મગુરુ હતા. તેઓએ ધાર્મિક શિક્ષણમાં મુફ્તીની ડીગ્રી હાસલ કરી હતી. મુસ્લિમ સમાજના કોઈ પણ પ્રશ્નો હોય, મુફતી-એ-કચ્છ પાસેથી તેમની સલાહ સૂચન લેવાતી, સમગ્ર કચ્છના મુસ્લિમ તેમના આદેશનો પાલન કરતા હતા. ઇસ્લામ ધર્મમાં તેઓ સચોટ અને ઉંડો અભ્યાસુ હતા.

મુસ્લિમ સમાજમાં ધાર્મિક તેમજ દૂનિયાવી શિક્ષણ માટે તેઓએ વર્ષો સુધી કચ્છમાં પ્રવાસો કરી જાગૃતિ લાવી હતી. અનેક ગામોમાં તેઓએ મદ્રેસા તેમજ અનાથ બાળકો માટે રહેવા અને શિક્ષણ આપવા તેઓએ યતીમ ખાના શરૂ કરાવ્યા હતા. કચ્છમાં મુસ્લિમોમાં ધાર્મિક જાગૃતિ અને સાચા અર્થમાં ઇસ્લામની સમજ તેઓએ આપેલી હતી. તેઓના ધાર્મિક અને સામાજિક બાબતમાં ઘણું બધું કામ કર્યું છે.

મુફ્તી-એ-કચ્છ અન્ય સમાજ સાથે સુમેળ ભર્યા સબંધો કેળવવા, કાંકરીચારો કરનારાઓને કોમિ એકતાની સમજ સાથે જવાબ આપતા હતા. સરકારી તંત્રને આવે કોઇ પણ મુદે જરૂર પડતી ત્યારે તેઓ સતત મુસ્લિમ સમાજને અપીલ કરતા હતા. છેલ્લે કોરોના મહામારીમાં સમગ્ર કચ્છના મુસ્લિમો અફવામાં આવ્યા વગર, સરકારી તંત્રને સહકાર આપી વેકશીન લેવા પણ તેઓએ અપીલ કરી હતી. તેઓની દફન વિધી પણ ફક્ત પરિવારના સભ્યોની હાજરીમાં કરવામાં આવી,તેમજ ખાસ કરીને વધુ માણસોને એકઠા ન થવા તેમના પરિવારજનોએ અપિલ કરી હતી. (માહિતી શોર્ષ:- voice of kutch)

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો