‘સાળી બનેવીની પ્રેમ કહાની’ વાંકાનેર નજીકથી ગુમ થયેલ યુવતી બનેવી સાથે રહેતી પકડાઈ

વાંકાનેર તાલુકાના ઢુવા પાસેથી થોડા દિવસો પહેલા એક શિક્ષિકા ગુમ થઈ હતી જેથી કરીને તે શિક્ષિકાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેઓની દિકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી જો કે, આ બનાવમાં ખોદયો પહાડ અને નિકળ્યો ઉંદર જેવો ઘાટ સામે આવેલ છે જેમા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગુમ થયેલ યુવતીને શોધી કાઢવામાં આવેલ છે અને ગુમ થયેલ યુવતી શિક્ષિકા હોવાનું સામે આવ્યું છે, અને તેમના સગા બનેવી સાથે પ્રેમસંબંધ હોવાથી બનેવીએ તેના માટે વાંકાનેર ખાતેના મકાન ભાડે રખેલ હતુ ત્યા ગુમ થયેલ શિક્ષિકા રહેતી હતી અને પોલીસ તેમજ પરિવારજનોને ગુમરાહ કરવા માટે નાટક કર્યુ હોવાનું સામે આવતા શિક્ષિકાના બનેવી સામે પોલીસે કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં મોરબીના મહેન્દ્રનગર ગામે તક્ષશીલા સ્કુલ પાસે રહેતા નરશીભાઇ દેવજીભાઇ પઢારીયા જાતે લુહાર (ઉવ .૬૦)એ તા.રર ના રોજ પોતાની દિકરી મોનિકા (ઉ.૨૭) વાળી પોતાના સ્કુટર જી.જે.૩૬.સી .૬૬૪૦ વાળુ લઇ પોતાના ઘરે મોરબીથી નિકળી વાંકાનેર , મહાદેવ નગર , પંચાસર રોડ ઉપર રહેતી પોતાની મોટી દિકરી દિપ્તી સંદીપભાઇ ગોહેલના ઘરે ગયેલ હતી અને તા .૨૦ ના બપોરના ત્રણેક વાગ્યે વાંકાનેર ખાતેથી મોરબી પોતાના ઘરે આવવા માટે નીકળેલ હતી અને દરમ્યાન વાંકાનેર તાલુકાના ઢુવા ગામે મહાનદીના પુલ ઉપર પોતાનું એકટીવા તથા મોબાઇલ તથા વોલેટ મુકી કોઇને કહયા વગર જતી રહેલ હતી માટે પોલીસે ફરીયાદ નોંધી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….. https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

એસપી એસ.આર.ઓડેદરા ડીવાયએસપી રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ ગુમ થનાર મોનિકાને શોધી કાઢવા વાંકાનેર તાલુકાના પોલીસ સબ ઇન્સ. આર.પી.જાડેજા તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફ કવાયત કરી રહેલ હતો તેવામાં મોનિકાના બનેવી સંદીપ કિશોરભાઇ ગોહેલ રહે.વાંકાનેર વાળાના નિવેદનો લેતા ગુમ થનાર અંગે કોઇ હકીકત જાણતા નહી હોવાનું જણાવેલ હતુ.

આ કામે ઉડાણપુર્વક તપાસ કરતા ગુમ થનાર મોનિકા સગા બનેવી સંદીપભાઇ કિશોરભાઇ ગોહેલ જાતે લુહાર ઉવ .૩૪ રહે. મહાદેવ નગર , પંચાસર રોડ વાળાની યુકિત પ્રયુકિતપુર્વક પુછપરછ કરતા પોતે ભાંગી પડતા સત્ય હકિકત જણાવેલ કે , ગુમ થનાર મોનીકા સાથે પોતાને પ્રેમ સંબધ છે જેથી પોતે જ વાંકાનેર ખાતે મકાન ભાડે અપાવી સાથે રહેતા હોવાનું હકિકત જણાવેલ છે. આમ ગુમ થનાર મોનિકા અંગે પોતાનો જ સગા બનેવી સંદીપભાઇ કિશોરભાઇ ગોહેલ જાણતો હોવા છતા પોલીસને સાચી હકિકત પુરી નહીં પાડી , પોલીસને ગેર માર્ગે દોડી સત્ય હકિકત છુપાવેલ હોય જેથી તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે અને ગુમ થનાર મોનિકા નરશીભાઇ દેવજીભાઇ પઢારીયા તેના વાલી – વારીશને સોંપવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો