વાંકાનેર: પંચાસીયામાં એક જ કુટુંબના સભ્યો અંદરો અંદર બાખડયા..!!
બન્ને પક્ષોએ એકબીજાને માર માર્યાની સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી
વાંકાનેર : વાંકાનેરના પંચાસીયા ગામે રસ્તાની તકરારમાં એક જ પરિવારના સભ્યો બાખડી પડયા હોવાનો મામલો સામે આવ્યો છે. બાદમાં બન્ને પક્ષોએ એકબીજાને માર માર્યાની સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર તાલુકા પોલીસે બન્નેની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી મળેલી માહિતી મુજબ વાંકાનેરના પંચાસીયા ગામે રહેતા રસુલભાઇ આહમદભાઇ ખોરજીયા (ઉ.વ.૫૦)એ આરોપીઓ અબ્દુલભાઇ અભરામભાઇ ખોરજીયા, મકસુલભાઇ અબ્દુલભાઇ ખોરજીયા, સરીફાબેન અબ્દુલભાઇ ખોરજીયા, અફસાનાબેન અબ્દુલભાઇ ખોરજીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૭ના રોજ ફરીયાદી તથા આરોપીઓ એક જ કુટુંબના હોય તેમજ પાડોશી હોય રસ્તા બાબતે તકરાર ચાલતી હોય જે અંગે ગાળો બોલી લાકડી વડે ફરીયાદીને મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.
જ્યારે સમાપક્ષે અબ્દુલભાઇ અભરામભાઇ ખોરજીયા (ઉ.વ. ૫૧) એ આરોપીઓ રસુલભાઇ આહમદભાઇ ખોરજીયા, ઇદ્રીશભાઇ અલીવદીભાઇ ખોરજીયા, યાકુબરહીમ નુરમામદ ખોરજીયા, મુસ્તુફા રહીમ નુરમામદ ખોરજીયા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે રસ્તા બાબતે તકરાર ચાલતી હોય જે અંગે આરોપીઓ ગાળો બોલી પથ્થરના ઘા કરતા ફરીયાદી તથા સાહેદોને લાગતા ઇજાઓ થતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…