Placeholder canvas

બફાવા થઈ જાજો તૈયાર: કાલથી ચાર દિવસ ગરમીનો પારો ઉંચકાશે

સૌરાષ્ટ્રમાં ગત સપ્તાહે કમૌસમી વરસાદ બાદ હાલ છેલ્લા બે દિવસથી ગરમીના પ્રમાણ વધી રહ્યું છે. એકાદ દિવસમાં વાદળો વિખેરાઈ ગયા બાદ તા.16-17 દક્ષિણ અરબી સમુદ્રમાં નવી સીસ્ટમ સર્જાશે. કાલે ઉતર ભારતના જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, હિમાચલ, ઉતરાખંડ વિસ્તારો વરસાદ પડવાની સંભાવના હોવાનું વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું છે.

વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલના જણાવ્યા મુજબ હાલના દીવસોમાં મહતમ તાપમાન નોર્મલ હોય છે પરંતુ અમદાવાદ 43.1, રાજકોટ-ગાંધીનગર 41.8 ડીગ્રી હતું. અમરીલી 42.2, વિદ્યાનગર 42, વડોદરા 41.4, કંડલા 40.8 ડીગ્રી નોંધાયુ છે તે જનરલ ગુજરાતની સરખામણીમાં ગરમી વધુ છે. આગામી તા.10થી17 સુધી પવન મુખ્યત્વે ઉતર પશ્ચીમ અને પશ્ચીમ દિશાનો રહેશે. તા.10 થી 14 દરમ્યાન પવનની ગતિ સરેરાશ 15થી30 કી.મી. અને બાકીના દિવસોમાં 10થી15 કી.મી. રહેશે. હાલ વાદળા છૂટાછવાયા છે તેનું પ્રમાણ ઓછુ થશે. તા.14થી15 દરમ્યાન ફરી વાદળો છવાશે.

તા.10થી14 દરમિયાન મહતમ તાપમાન નોર્મલ નજીક 40થી42 ડીગ્રી રહેશે. આગામી છેલ્લા બે દિવસ તા.16 અને 17 દક્ષિણ અરબી સમુદ્રમાં નવી સીસ્ટમ બનશે. જે મુખ્યત્વે ઉતર બાજુ ગતિ કરશે જેની અસર તા.14મીથી વર્તાશે. કાલે વેસ્ટ ડીસ્ટર્બન્સથી ઉતર ભારતનાં જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, હિમાચલ, ઉતરાખંડમાં વરસે વરસે ઉપરાંત પશ્ચીમ બંગાળ આસામ, મહારાષ્ટ્ર, કર્ણાટક રાજયમાં ચાર દિવસ દરમ્યાન વરસાદ વરસવાની સંભાવના છે.

આ સમાચારને શેર કરો