Placeholder canvas

સૌરાષ્ટ્ર યુનિ. સિન્ડીકેટની પ્રિન્સિપાલની બેઠક પર ડૉ. કાંબલીયા અને ડૉ. કાલરીયા બિનહરીફ

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની સિન્ડીકેટની જનરલ-પ અને ટીચર્સની-1 બેઠક અગાઉ બિનહરીફ થયા બાદ પ્રિન્સિપાલની બે બેઠક પર પણ ડો. ધરમ કાંબલીયા અને ડો. રાજેશ કાલરીયા બિનહરીફ ચુંટાઇ આવેલ છે. સિન્ડીકેટની પ્રિન્સિપાલની આ બંને બેઠક પર ડો. ધરમ કાંબલીયા કણસાગરા કોલેજના પ્રિન્સિપાલ ડો. રાજેશ કાલરીયા તથા કુંડલીયા કોલેજના પ્રિન્સિપાલ ડો. પરેશ જોષીએ ઉમેદવારી ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી.

પરંતુ ડો. યજ્ઞેશ જોષીએ છેલ્લી ઘડીએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેચી લેતા ડો. ધરમ કાંબલીયા અને રાજેશ કાલરીયા બીનહરીફ થતા કોરોના કાળમાં ઉપરોકત બંને બેઠકોની ચુંટણી ટળી છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે સિન્ડીકેટની પ્રિન્સિપાલની બેઠક પર ડો. વિજય ભટ્ટાસણા છેલ્લી સાત ટર્મથી લગાતાર ચુંટાઇ આવતા હતા. આ વખતે ભાજપએ ડો. વિજય ભટ્ટાસણાની જગ્યાએ ડો. રાજેશ કાલરીયાનું નામ નકકી કરી તેઓનું ઉમેદવારી પત્ર ભરાવેલ હતુ.

પ્રિન્સિપાલની આ બંને બેઠક પણ બિનહરીફ થઇ છે. જયારે મેડીકલ ફેકલ્ટીમાં ડીનમાં ડો. પોપટ અને અધરધેન ડીનમાં ડો. ભાવીન કોઠારીએ ઉમેદવારી ફોર્મ ભરી દાવેદારી નોંધાવી છે. તેમજ એમબીએ ફેકલ્ટીમાં ડીન તરીકે ગુરૂ ગોવિંદસિંહ યુની. ગોધરાના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ અને અધરધેન ડીન તરીકે ડો. સંજય ભાયાણીએ ઉમેદવારી ફોર્મ ભરેલ છે.

આ ઉપરાંત આર્ટસ ફેકલ્ટીમાં ડીન તરીકે ભાજપના ઉમેદવાર તરીકે ડો. પ્રવિણસિંહ ચૌહાણે દાવેદારી કરી છે. કોંગ્રેસ તરફથી ડીન અને અધરધેન ડીન તરીકે ઉમેદવારી નોંધાવી છે. બીજી તરફ ગુરૂ ગોવિંદસિંહ યુની. ગોધરાના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણે આ મોટા પદની સાથે એમબીએ ફેકલ્ટીમાં ડીન તરીકે ઉમેદવારી કરતા આ વિષયે યુની.ના ઉચ્ચ શિક્ષણ જગતમાં ખાસ્સી ચર્ચા જાગી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો..

આ સમાચારને શેર કરો