ટંકારામાં ઋષિ બોધોત્સવમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.
By Jayesh Bhatasna -Tankara
ટંકારામાં ઋષિ બોધોત્સવ મા રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે દેશ દુનિયા માથી આર્ય સમાજી ઋષિ ની પાવન જન્મ ભોમકા ને સંતસત વંદન કરી ધન્યતા અનુભવશે તૈયારી ને આખરી ઓપ અપાઇ રહ્યો છે
ટંકારાના મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આ વર્ષે પણ શિવરાત્રી એ મુળશંકરની જ્ઞાન રાત્રી એટલે ઋષિ બોધોત્સવ તરીકે ઉજવાય છે. જેનુ આયોજન આગામી તા. 20,21 અને 22 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત આગામી 21 ને શિવરાત્રી એ ગુજરાત ના મહામહીમ રાજ્યપાલ દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજયભાઈ હાજરી આપશે તો સાથે MDH મસાલાના માલીક પદ્મભૂષણ ધર્મપાલજી પણ વિશેષ મહેમાન તરીકે હાજર રહશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજયપાલ આર્યસમાજ ની વિચારધારા સાથે સંકળાયેલા છે અને આ પુર્વ પણ ટંકારા પધરામણી કરી ચુક્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારી હાથ ધરી છે.