કેન્દ્ર અને કોંગ્રેસ ભાડું ચૂકવવા તૈયાર છતાં પરપ્રાંતિયો પાસેથી સરકાર ભાડું ઉઘરાવે છે
રવિવારથી પરપ્રાંતિયોને પોતાના વતન રાજ્યમાં પરત જવા માટે સરકાર ટ્રેનો દોડાવી રહી છે. કેન્દ્ર સરકાર કહે છે કે, તમામનું ભાડાના 85 ટકા અમે અને 15 ટકા રાજ્ય ભોગવશે. તેવામાં કોંગ્રેસ તમામ પરપ્રાંતિયોનું ભાડું ચૂકવવા તૈયારી દર્શાવી છે. છતાં ગુજરાતમાં રાજ્ય સરકાર આવા મજૂરો પાસેથી ભાડું ઉઘરાવી રહી છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી જે તે રાજ્યના રેલવે સ્ટેશનો સુધી નિયત ભાડા સાથેનું લિસ્ટ બહાર આવ્યું છે. જે પ્રમાણે મજૂરો સાથે નિયત ભાડા ઉઘરાવાય છે.
લોકોને એક ટંક જમવામાં ફાંફા વચ્ચે તેમની પાસેથી ઉઘરાવાતા ભાડા પર રાજકારણ
કોરોના વાઈરસ અને લોકડાઉનની મદદમાં કરાતા વધારાથી પરપ્રાંતિય લોકો અને ગરીબોની હાલત અત્યંત દુઃખદ બની ગઈ છે. છેલ્લા કેટલાય દિવસથી માત્ર એક ટંક જમતા લોકો અત્યારે ભૂખથી બચવા પોતાના વતન જવા માંગે છે પણ હવે તેમની પાસે ભાડું ક્યાંથી લાવવું મોટો પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે કોંગ્રેસે એક પરિપત્ર વહેતો કર્યો છે, જેમાં રીતસર શ્રમિકો પાસે ભાડું વસુલવાની સૂચના છે ત્યારે હવે કોણ ભાડું લે છે અને કોણ નથી લેતું તે મુદ્દે રાજકારણ શરૂ થઈ રહ્યું છે.
કોંગ્રેસે ભાડાનો પરિપત્ર વહેતો કર્યો
પરપ્રાંતિયો પાસે હાલ ભાડું વસુલવું એક મજાક સમાન બની ગયું છે અત્યારે જેમને ખાવાના ફાંફા છે. તે તેમનું અને તેમના પરિવાર માટે ભાડાના રૂપિયા ક્યાંથી લાવશે તેના પર અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. હવે પરપ્રાંતિય લોકો પાસેથી ભાડું વસૂલવા અંગે થયેલા પરિપત્રને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ વહેતો કર્યો છે. જેમાં ખાસ ભાડું વસુલવું તેમજ આ સમગ્ર બાબતની જાણ કલેક્ટરને પણ હોય છે તેવી બાબત ઉપસ્થિત થાય છે.
ગરીબો પાસે પૈસા ઉઘરાવવા હાસ્યાસ્પદ
હાલ પરપ્રાંતીય લોકોને પડી રહેલી તકલીફમાં રાજકીય નેતા પણ સામે આવી રહ્યા છે. દલિત નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તેણે કહ્યું છે કે, સરકાર,પી એમ રિલીફ ફંડ અને દેશના ઉદ્યોગકારોના બેંક એકાઉન્ટમાં અરબો રૂપિયા પડ્યા છે. ત્યારે ગરીબો પાસે રૂપિયા ઉઘરાવવા ઘણું હાસ્યાસ્પદ બાબત છે. અત્યારે હું કહું છું કે મને મળતી એક કરોડથી વધુની ગ્રાન્ટ આ લોકોની મદદ માટે હું આપવા તૈયાર છું પણ ગરીબો સાથે આ સમયે એવું વર્તન ના કરવામાં આવે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/ERzDFIltsj8AOAiKMP27Ua
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…