વાંકાનેર: શનિવારે વિભાગીય મેડિકલ સાધન સેવા કેન્દ્રનો શુભારંભ થશે.

મેડિકલ સાધનો લઈ જાઉં, આશીર્વાદ દઇ જાવ.

અકસ્માત કે અમુક પ્રકારની બિમારીમાં દર્દીઓ માટે મેડિકલ સાધનોની જરૂર પડતી હોય છે. આવા સમયે મેડિકલ સાધનો ખરીદવા પડે છે અને જ્યારે આ તકલીફમાંથી દર્દી સંપૂર્ણ મુક્ત થાય છે ત્યારે આવા સાધનો કોઈ કામ આવતા હોતા નથી. આવા સાધનો ગરીબ લોકો ખરીદી શકે તેમ ન હોય એવા ઘણા બધા કિસ્સાઓ આપણી સમક્ષ આવ્યા હોય છે. ત્યારે રાજકોટ ની બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ આવા કિસ્સામાં ખૂબ સારી સેવા કરી રહી છે.

બોલબાલા ટ્રસ્ટ ની આશીર્વાદરૂપ નિઃશુલ્ક મેડિકલ / સર્જિકલ સાધનોની સેવા માત્ર રાજકોટ શહેર પૂરતી હવે મર્યાદિત ન રહેતા હવે આખા સૌરાષ્ટ્રમાં પ્રસરી રહી છે. જેનો દરરોજ સેંકડો દર્દીઓ લાભ લઈને મૌન આશિષ આપી રહ્યા છે.

વાંકાનેર માટે સારા સમાચાર એ છે કે બોલબાલા ટ્રસ્ટના સેવા કેન્દ્રનો આગામી શનિવારે ‘દિવ્ય જીવન સંઘ’ ધનલક્ષ્મી ઇન્વેસ્ટમેન્ટ સીટી સ્ટેશન રોડ, મહાવીર જીનની બાજુમાં, વાંકાનેર ખાતે શુભારંભ થઇ રહ્યો છે.

હવે આ સેવા કેન્દ્ર પરથી વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાત વાળા લોકોને કોઇપણ ચાર્જ ચૂકવ્યા વગર મેડિકલ સાધનો જેવા કે વોકર, ટોયલેટ ચેર/ ટેબલ, વહીલચેર, બેક રેસ્ટ, ઓર્થોપેડિક પલંગ, ઈલેક્ટ્રીક સકશન મશીન, એઇરબેડ, વોટરબેડ, બેડપેન, યુરિનપોટ, નેબ્યુલાઈઝર, પેરેલીસ્ટિક સ્ટિક, કસરત સાઇકલ, તેમજ અન્ય સાધનોની સેવા શરૂ કરવામાં આવશે. જે આગામી દિવસોમાં અતિ આધુનિક સાધનો જેવા કે ઓક્સિજન મશીનો સહિતના અનેક સાધનોનો વધારો કરવામાં આવશે.

આ મેડિકલ સાધનોના સેવા કેન્દ્રમાં જો આપણી પાસે કોઈ બિનઉપયોગી મેડિકલ સાધન હોય તો તેમનો લાભ અન્ય લોકો લઇ શકે તે માટે આ સેવા કેન્દ્રમાં સાધન આપવા સંચાલકોએ અપીલ કરેલ છે. આ ઉપરાંત આ સેવા કેન્દ્રની સેવા વધુ લોકો સુધી પહોંચી શકે અને વધુ સાધનો વસાવી શકે તે માટે આપ દાન આપી શકો છો. દાન આપવા માટે “શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ” ના નામનો ચેક/ડ્રાફ્ટ દ્વારા આપી શકો છો. આ સંસ્થામાં આપેલ દાન ઇન્કમટેક્સના કાયદાની કલમ ૮૦-જી પ્રમાણે કરમુક્ત છે.

વાંકાનેર શહેર કે તાલુકામાં કોઈપણ વ્યક્તિને મેડિકલ સાધનોની જરૂરત ઉભી થાય તો ‘દિવ્ય જીવન સંઘ’ ધનલક્ષ્મી ઇન્વેસ્ટમેન્ટ સીટી સ્ટેશન રોડ, મહાવીર જીનની બાજુમાં, વાંકાનેર. અથવા તો મોબાઈલ નંબર 98794 91424 / 98981 72157 પર સંપર્ક કરવો.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/I0HzwSrwbrR2bwyc8CNwpb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..

https://t.me/kaptaannews

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •