વાંકાનેર: શનિવારે કોરોનાથી સલામતી માટેની અને દિવાળીની ઉજવણી માટેની વસ્તુઓનું રાહત દરે મળશે.

રાજકોટની બોલબાલા ટ્રસ્ટ અને દિવ્ય જીવન સંઘનું સંયુક્ત ઉપક્રમે આયોજન

વાંકાનેર : આગામી શનિવારે કોરોનાથી સલામતી માટેની અને દિવાળીની ઉજવણી માટેની વસ્તુઓનું રાહત દરે વિતરણ કરવામાં આવશે. આ આયોજન રાજકોટના બોલબાલા ટ્રસ્ટ અને દિવ્ય જીવન સંઘના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. વાંકાનેરમાં માર્કેટ ચોક ખાતે આગામી તા. 17ના રોજ શનિવારે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી માસ્ક, સૅનેટાઇઝર, કપૂર, આયુર્વેદિક દવા, રંગોળીના કલર, દિવા, તોરણ જેવી અનેક વસ્તુઓનું રાહત દરે વેચાણ કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો