skip to content

ચુડા: દરાદમાં વરસાદનાં લીધે કાચા મકાનની દિવાલ તુટી પડતાં નીદ્રાધિન યુવાનનું મૃત્યુ

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે ત્યાર સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓમાં પણ સામાન્ય રીતે વરસાદ ઝરમર ઝરમર વરસી રહ્યો છે તો વળી ક્યાંક એક થી બે ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા વરસાદમાં મોખરે ના સ્થાને રહેલું છે જ્યાં વરસાદ ત્રણ ઇંચ જેટલો વરસાદ છેલ્લા ત્રણ દિવસમાં વરસી ગયો છે

ચુડા તાલુકાના દરાદ ગામ ખાતે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો અને કાચી દીવાલો પલળવાના કારણે આ દીવાલોને વરસાદનો ભેજ નીચેથી અને ઉપરથી લાગવાના કારણે એકાએક દિવાલ વહેલી સવારના ઘસી પડવાના કારણે દિવાલની અંદર દટાઈ જવાના કારણે એક યુવાનનું મોત નીપજ્યું છે. આ યુવાનને 108 દ્રારા તાત્કાલિક ધંધુકા ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

ચુડા તાલુકામાં વરસાદી માહોલના કારણે અનેક સમસ્યાઓ ઉદભવી છે આ અગાઉ પ્રથમ વરસાદમાં ચુડા ગામમાં સરકારી હોસ્પિટલોમાં પણ પાણી ભરાઈ જવાની ફરિયાદો સામે આવી હતી. આમ છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી. ગઈકાલે પણ વરસાદ વરસવાના કારણે રોડ અને મકાનના લેવલો એક સરખા થઈ જવાના કારણે મકાનોમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.

આ વીડિયો પણ જુવો…

આ સમાચારને શેર કરો