Placeholder canvas

ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર કારમાં અચાનક આગ લાગી…

ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે ઉપર કારમાં અચાનક આગ લાગી હતી તેથી હાઇવે ઉપર વાહનો ચાલકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો તાત્કાલિક અસરે ચોટીલા ફાયર ફાઈટરને આ જાણકારી આપવામાં આવતા તાત્કાલિક ફાયર ફાઈટર દોડી આવ્યા હતા.

ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે ઉપર નાની મોરડી ગામના પાટીયા પાસે અચાનક જ કારમાં આગ લાગી હતી ત્યારે પરિવાર સમય સૂચકતા વાપરી અને ઉતરી જવા પામ્યો હતો અને આજુબાજુથી વાન પસાર થતા લોકોએ પણ આ ઘટના જોઈ અને એવું અનુમાન કર્યું હતું કે પરિવારજનો અંદર તો નહીં હોય ને પરંતુ પરિવારજનો સમય સૂચકતા વાપરી અને દરવાજા ખોલી અને બહાર આવી ગયા હતા ત્યારે પરિવારજનોનો તેમજ કારના ડ્રાઇવરનો બચાવ થયો હોવાનું જાણવા મળે છે.

હાઇવે ઉપર કારમાં આગ લાગવાની ઘટનાથી અફડાતફડીનો માહોલ સર્જાયો હતો ત્યારે આ અંગેની જાણકારી તાત્કાલિક અસરે ચોટીલાઓને આપવામાં આવી હતી ત્યારે ઘટના સ્થળે દોડી આવી અને કાર ઉપર પાણીનો મારો ચલાવી અને લાગેલી આગને કાબુમાં લીધી હતી ત્યારે સપ્તાહમાં બીજો બનાવ આ કારમાં આગ લાગવાનો બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ સમાચારને શેર કરો