Placeholder canvas

નદીના પ્રવાહમાં કાર તણાતા એક બાળક સહીત 3ના મોત

તળાજાના જૂની કામરોલ ગામે કોઝવે પર ધસમસતા પાણીમાં 5 લોકો સાથે કાર તણાઈ, એક બાળક અને બે મહિલાના મોત થયા.ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જૂની કામરોલ ગામ પાસે કોઝવે પરથી પસાર થતી એક કાર પાણીના પ્રવાહમાં તણાઈને નદીમાં ખાબકતા કારમાં સવાર એક બાળક અને બે મહિલા સહિત ત્રણના મોત નિપજ્યા છે. જ્યારે બે લોકોને બચાવ થયો છે.

તળાજા તાલુકાના પાવઠી ગામના લોકો જૂની કામરોલ ગામે દાદાના દર્શને ગયા હતા. ત્યારે જૂની કામરોલ ગામ પાસે કોઝવે પર ધસમસતુ પાણી જઈ રહ્યું હતું. તેમાંથી કાર પસાર કરવાનો પ્રયાસ કરતા કાર પાણીમાં તણાઈ હતી અને નદીમાં ખાબકી હતી. જેના કારણે કારમાં સવાર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેમાં પાંચમાંથી ત્રણ લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. જ્યારે બે લોકોનો બચાવ થયો છે.

આ સમાચારને શેર કરો