Placeholder canvas

સરદાર સરોવર 133.06 મીટરની વિક્રમજનક સપાટી, 15 દરવાજા ખોલ્યા.

નર્મદા નદી બે કાંઠે, ગોરા બ્રીજ પાંચ દિવસથી પાણીમાં, દર 24 કલાકે 29.5 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન શરૂ……

સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસ માંથી 2,78,205 કયૂસેક પાણી ની આવક થઈ રહી છે. જેને લઈને ડેમની હાલની સપાટી 133.06 મીટરના વિક્રમજનક સ્તરે પહોંચી છે. હાલ નર્મદા બંધના 15 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.

સરદાર સરોવરમાંથી 1,71,579 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી નર્મદામાં પાણી છોડાતાં નદી બેં કાંઠે વહી રહી છે. છેલ્લા પાંચ દિવસથી કેવડિયાનો ગોરા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને સ્થાનિકોને આવનજાવન કરવામાં મુશ્કેલી પડી રહી છે.

સરદાર સરોવર નર્મદા બાદ સરદાર સરોવર પાણીની આવકને લઈને રીવર બેડ પાવર હાઉસ ના 200 મેગાવોટની ક્ષમતા વાળા 6 ટર્બાઈનો ધમધમી ઉઠ્યા છે જ્યારે કેનાલ હેડ પાવર હાઉસના 50 મેગાવોટની ક્ષમતા વાળા ટર્બાઇનો ધમધમી રહ્યા છે.24 કલાકમાં આ પાવરહાઉસમાંથી 29.5 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે.

ડેમમાં દરવાજા મૂકાયા પછી આ પ્રથમ ચોમાસું એવું છે જેમાં સતત દરવાજા ખોલવામાં આવી રહ્યાં છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની સતત આવક થઈ રહી છે. ગુજરાતના ખેડૂતો માટે આ પાણી કંચન સમાન સાબીત થશે.સરદાર સરોવરમાંથી પાણી છોડાતાં કેવડિયાનો ગોરા બ્રીજ 5 દિવસથી પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

☔☔☔☔☔☔☔☔

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો