Placeholder canvas

આગાહી: ગુજરાતમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે.

કેરળમાં 3 જૂનથી ચોમાસાની શરૂઆત થશે, આગામી 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે

ચોમાસાના આગમનને લઇ હવામાન વિભાગે વધુ એક અનુમાન આપ્યું છે. ગુજરાતમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે. કેરળમાં 3 જૂનથી ચોમાસાની શરૂઆત થશે. આગામી 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે.

4 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રમાં પણ 3-4 જૂને વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર, રાજકોટમાં વરસાદની આગાહી છે. 

આ સમાચારને શેર કરો