Placeholder canvas

હાય રે કળયુગ: સાવકા બાપે જ બે પુત્રીઓને હવસનો શિકાર બનાવી દેહ પીખ્યો

રાજકોટમાં બે પુત્રીઓ ને તેના સાવકા પિતાએ જ હવસનો શિકાર બનાવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે આ બનાવમાં મોટી પુત્રીના લગ્ન બાદ સાવકો પિતા તેની સગીર પુત્રી સાથે શરીર સબંધ બાંધતો હતો. બંને પુત્રીની માતા વિધવા થયા બાદ 14 વર્ષ પહેલા તેણે એક ભગવતીપરાના શખ્સ સાથે બીજા લગ્ન કર્યા હતા. મહિલાની તે બંને પુત્રી તેને પપ્પા કહીને બોલાવતી હતી પરંતુ એ નરાધમે એ બંને પુત્રીને જ વાસનાનો શિકાર બનાવી હતી.મોટી પુત્રી પર ત્રણ વર્ષથી દુષ્કર્મ આચરતા એ શખ્સે એ પુત્રીના લગ્ન નક્કી થતાં જ બીજી સગીર પુત્રી સાથે છેલ્લા બે મહિનાથી બળજબરી કરી શરીરસંબંધ બાંધતો હોવાનું મહિલા પોલીસ મથકની ફરિયાદમાં જણાઈ આવ્યું છે.આ ઘટનામાં આરોપીને પોલીસે સકંજામાં લઇ પૂછપરછ આદરી છે.

આ ઘટનાની મળેલ માહિતી મુજબ, ભગવતીપરા વિસ્તારમાં રહેતી અને આ થોડા દિવસ પહેલા જ લગ્ન કરીને સાસરે ગયેલી યુવતી રવિવારે એ ડિવિઝન પોલીસ સ્ટેશને નાની સગીર વયની સગીબહેન સાથે પહોંચી હતી એ બંને પીઆઇ સી.જી.જોષી સમક્ષ રડવા લાગી હતી.પુખ્યવયની યુવતીએ પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેના પિતાનું કેન્સરથી અવસાન થતાં 14 વર્ષ પહેલા તેની માતાએ મધ્યપ્રદેશના સોહન નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા સોહનને બંને બહેનો પપ્પા કહીને જ બોલાવતી હતી. ત્રણ વર્ષ પહેલા એક રાત્રે પિતા તેની પાસે આવ્યો હતો અને મોઢું દબાવી તેની સાથે બળજબરી કરીને શરીરસંબંધ બાંધ્યા હતા અને આ અંગે કોઇને કહીશ તો તારા પરિવાર અને ભાઈને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી ધમકીથી પોતે ગભરાઇ ગઇ હતી અને કોઇને આ વાત કરી નહોતી તેનો સોહને અવારનવાર ગેરલાભ ઉઠાવ્યો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી તેની મોટી પુત્રીને હવસનો શિકાર બનાવતો હતો.

થોડા દિવસ પહેલા આજ મહિનામાં યુવતીના લગ્ન થયા હતા અને પોતે પોતાના સાસરે જતી રહી હતી.શનિવારે યુવતી પિયર આંટો મારવા આવી ત્યારે તેની 14 વર્ષની નાની બહેને પણ તેની આપવીતી જણાવી હતી કે,તેના પિતા સોહન(ઉ.વ.50) છેલ્લા બે મહિનાથી તેની સાથે બળજબરી કરી શરીર સબંધ બાંધે છે.નાની બહેનની વાત સાંભળી યુવતીને આઘાત લાગ્યો હતો અને પોતાની તથા માતા અને બહેનની સુરક્ષા માટે ત્રણ ત્રણ વર્ષથી સાવકા પિતાની હેવાનિયતને મૂંગા મોઢે સહન કરતી હતી પરંતુ એ પિતા હેવાન બન્યો હતો અને તેના સાસરે ગયા બાદ તેની નાની બહેનને પણ નહીં છોડતા યુવતી તેના માતાને જાણ કર્યા વગર જ નાની બહેનને લઇને એ ડિવિઝન પોલીસમથકે પહોંચી ગઇ હતી.

પોલીસે યુવતીના નિવેદન પરથી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આરોપી સોહન ઠાકોર સામે કલમ 376(2)(એન) અને બાળકોને રક્ષણ આપતો કાયદો પોકસો હેઠળ ગુનો નોંધી સાવકા પિતા સોહન ઠાકુરને તેના ઘરેથી જ સકંજામાં લઈ પૂછપરછ આદરી છે.આ ફરિયાદ મુજબ મહિલા પોલીસ મથકના પીએસઆઈ એ.જે.લાઠીયા સહિતના સ્ટાફે ભોગબનનારના માતાને બોલાવી તેનું નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે અને સગીર વયની દીકરીનું મેડિકલ કરવા તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો