વાંકાનેર: થાનરોડ બનાવ્યાને ત્રણ મહિનામાં તૂટી ગયો..!! આને કહેવાય લોટ પાણી ને લાકડા
વાંકાનેર: થાન રોડ તાજેતરમાં જ એટલે કે લગભગ ત્રણેક માસ પૂર્વે બનાવવામાં આવ્યો હતો. આજે આ રોડ ઠેકઠેકાણે અને તૂટી ગયો છે આને જ કહેવાય લોટ પાણી અને લાકડા…
મળતી માહિતી મુજબ વાંકાનેર થાન રોડ વાંકાનેર તાલુકા ની એટલેકે મોરબી જિલ્લાની હદ નો રોડ તાજેતરમાં જ આશરે ત્રણેક માસ પૂર્વે બનાવવામાં આવ્યો હતો. જે આજે ત્રણ માસ બાદ કોઈ એવું માનવા તૈયાર ન થાય કે આ રસ્તો ત્રણ મહિના પૂર્વે જ બનાવ્યો હશે. કેમકે આ રસ્તામાં ઠેર ઠેર ગાબડા પડી ગયા છે અને આ રસ્તા ઉપરથી પસાર થવું રાહદારીઓને ભારે મુશ્કેલ ભર્યું બની રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ રોડ આશરે પાંચેક વર્ષ પૂર્વે બનાવ્યો હતો તેમનું કામ ખૂબ સારું થયું હતું અને ટકાઉ શક્તિ પણ ખૂબ સારી રહી હતી. કેમકે પાંચ વર્ષ પૂર્વે જ્યારે રસ્તો બનતો હતો ત્યારે જવાબદાર અધિકારીઓ સાઈટ ઉપર સતત હાજરી આપતા હતા. જ્યારે તાજેતરમાં રસ્તો બન્યો ત્યારે સાઈટ ઉપર અધિકારી કયારે જોવા નથી મળ્યા, જોકે ઓન પેપર સાઇડ ઉપર બોલતા હશે..! એ અલગ વાત છે. આ કારણે આ રસ્તાનું કામ ખૂબ નબળું થયાનો લોકોનો આક્ષેપ છે.
આ રસ્તા ઉપર ઠેર ઠેર મોટા મોટા ગાબડા પડી ગયા છે. કેટલીક જગ્યાએ બેસી ગયો છે અને દલડી પાસે પેટ્રોલ પંપ પાસે અને દિઘલિયાના બોર્ડ પાસે મોટું ગાબડા પડી ગયા છે અને જો વાહનચાલક બેધ્યાન રીતે થી પસાર થાય તો એક્સિડન્ટ થવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે. લોકો તો તેમને એક્સિડન્ટ સંભવક્ષેત્ર તરીકે ઓળખે છે. આ વિસ્તારના લોકોની માંગ છે કે આ નબળા થયેલા કામની તપાસ કરવી જોઈએ અને કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા જોઇએ, તેમજ આ રસ્તાનું કામ ફરીથી કરી રાહદારીઓને પડતી મુશ્કેલી દૂર કરવાની આ વિસ્તારના લોકોની અને આગેવાનોની માંગ છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…