Placeholder canvas

વાંકાનેર: રાતીદેવડી ખાતે ડુબેલ કિશોરની NDRFની ટીમ દ્વારા શોધખોળ ચાલુ

વાંકાનેર: ગઈકાલે રાતીદેવડી ગામ પાસેથી પસાર થતી નદીમાં નાહવા ગયેલ એક કિશોર પાણીના વહેણમાં તણાઈ ગયો હતો અને ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જેમની શોધખોળ ગઈકાલે લોકલ લેવલે થી કરવામાં આવી હતી અને નગરપાલિકાનો મીની ફાયર ફાઈટર સાથે સ્ટાફ આવ્યો હતો પરંતુ તેઓ પાસે કોઈ તરવૈયા ન હોવાથી તેઓએ નદીના કાંઠે બેસીને પરત ફર્યા હતા.

આ સમગ્ર બનાવની કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી અને રાજકોટ NDRF માં પણ જાણ કરાતા તેમની ટીમ મોડી સાંજે આવી પહોંચી હતી, પરંતુ ત્યારે અંધારું થઈ જતા કામ થઈ શકે તેમ ન હોવાથી આજે વહેલી સવારે જ તેઓ ઘટનાસ્થળે આવીને નદીમાં પડીને તરવૈયાઓએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ ઘટના સ્થળની આજુબાજુમાં આ યુવાન કયાય મળેલ નથી હવે આસોઇ નદીમાં આ તરવૈયાઓ પંચાસીયા તરફ તપાસ કરવામાં આગળ વધી રહ્યાં ની માહિતી મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ઉપરવાસમાં ખૂબ વરસાદ પડયો હોવાના કારણે રાત્રીના સમયે આ નદીમાં સારું એવું પૂર આવ્યું હતું અને પુલ ઉપરથી અઢીથી ત્રણ ફૂટ પાણી જતું હોવાથી બનવા જોગ છે કે આ યુવક જો કોઈ જાડી જાન્ખ્રામાં ન ફસાયો હોય તો પાણી આગળ ખેંચી ગયું હોય. રાતીદેવડી ગામથી આશરે અઢી કિલોમીટર આગળ તરફ એક ચેક ડેમ આવેલો છે ત્યાં અટકાય શકે.

આ ચેકડેમથી એકાદ કિલોમીટર આગળ આશાઇ નદી અને મચ્છુ નદી મને મળે છે. ગત રાત્રે આસોઇ નદીમાં પાણી આવ્યું હતું એથી પણ મચ્છુ નદીમાં વધારે પાણી આવ્યા ની માહિતી મળી રહી છે. હાલ NDRFની ટીમને ગામના સ્થાનિક લોકો પણ મદદ કરી રહ્યા છે અને ગામ લોકોના ટોળેટોળા નદીકાંઠે એકઠા થઈ રહ્યા છે

રાતીદેવડી ખાતે આસોઈ નદીનો કોઝવે ધોવાયો

રાતીદેવડી ખાતે જ્યાંથી આ કિશોર તમારો છે તે પંચાસીયા જવાના રસ્તાઓ પર બનાવેલ કોઝવે આ પૂર્વે થયેલા વરસાદમાં પાકુ કરેલું કામ ધોવાઈ ગયું હતું…! આ કોજ્વેમાં જ્યાં ગાબડા પડયા હતા ત્યાં મેટલ નાંખીને ચાલે તેવો રસ્તો કરવામાં આવ્યો હતો. જે મેટલ ગઇરાત્રે આ પુલ ઉપરથી વધુ પાણી આવતા ધોવાઈ ગયું હતું ત્યાં ફરી પાછી આજે મેટલ નાખી અને ચાલે તેઓ રસ્તો કરવામાં આવ્યો છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો