અમદાવાદ:વાડજમાં ઘરમાં આત્માઓ રહે છે, તેને કાઢવા વિધિના નામે તાંત્રિકે દુષ્કર્મ કર્યાની ફરિયાદ
અમદાવાદ: વાડજ વિસ્તારમાં રહેતી બે બહેનોને તાંત્રિક વિધિના નામે ફસાવીને એક યુવકે બન્ને બહેનો સાથે દુષ્કર્મ આ મામલે ફરિયાદ થતા વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
મળેલ માહિતી મુજબ વાડજ વિસ્તારમાં રહેતી 35 વર્ષની મહિલા સુભાષ બ્રીજ પાસે આવેલા એક ફલેટમાં કામ કરવા જતી હતી ત્યારે તેની ઓળખાણ ઘાટલોડિયામાં રહેતા દોલતરામ સુથાર નામના વ્યક્તિ સાથે થઈ હતી. દોલતરામ મહિલાને અનેકવાર મળતો હતો. દોલતરામે પોતે તાંત્રિક હોવાનું જણાવીને મહિલાને કહ્યું હતું કે તમારા ઘરમાં અનેક આત્માઓ રહે છે. જો વિધિ નહીં કરાવો તો સત્યનાશ થઈ જશે.
બાદમાં ડરેલી મહિલાને કાલુપુર ગેસ્ટહાઉસમાં તાંત્રિકવિધિના બહાને જબરદસ્તીથી મહિલા સાથે શરીર સંબંધ તાંત્રિકે બાંધ્યો ત્યારબાદ અવારનવાર વિડીયો કલીપ ઈન્ટરનેટમાં મૂકવાની ધમકી આપી ગેસ્ટહાઉસમાં તાંત્રિકે દુષ્કર્મ આચર્યાનો મહિલાએ આરોપ મુકયો છે. મહિલાએ તાંત્રિકે પોતાના પાંચ લાખ પડાવી લીધાનો અને પોતાની બહેનને ફસાવીને તેની સાથે પણ દુષ્કર્મ આચર્યાનો આરોપ મુકયો છે.