વડોદરા ગેંગરેપ: ઘટનાના 10 દિવસ બાદ બરોડા પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નરાધમોને ઝડપી પાડયા

નવલખી મેદાનની ઝાડીઓમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનારા બે શખ્સોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

વડોદરા :વડોદરાના નવલખી મેદાનમાં સગીરાને ઝાડીઓમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજારનારા બે નરાધમોને તપાસમાં જોતરાયેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ઘટનાના 10 દિવસ બાદ બરોડા પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નરાધમોને ઝડપી પાડયા છે.

અમદાવાદ ક્રાઈમની ટીમ શનિવારે બપોરે 2 દેવીપુજકને પૂછતાછ માટે લઈ ગઈ હતી. તપાસમાં એક દુષ્કર્મી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જ્યારે તેનો સાગરિત બીજો હોવાની કેફિયત કરતા પોલીસ મોડી રાત્રે અઢી વાગે વડોદરા આવી તરસાલીમાંથી તેને ઉપાડી ગયા હતાં. બંનેએ સગીરા પર ગેંગરેપ કર્યો હોવાની કબૂલાત કરી લીધી છે.

પોલીસે એક ફોન કોલના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના સોફ્ટવેરમાં આ આરોપીઓના સ્કેચને વૉન્ટેડ આરોપીઓના હુલિયાઓ સાથે મેચ કરવામાં આવ્યા હતા. આરોપીઓ અગાઉ પણ ચોરીના મામલામાં વડોદરા પોલીસનો વૉન્ટેડ હતો. પોલીસે આ સ્કેચની ઓળખાણ કરવા માટે એક હાર્ડકોર ક્રિમિનલને ઉપાડી તેની પૂછપરછ કરી હતી જેના આધારે આરોપીની ઓળખ મળી હતી.

બે પૈકી એક તરસાલી માર્કેટ પાસે અને બીજો સુશેન બ્રિજ પાસે રહે છે. વડોદરા શહેર પોલીસની 30થી વધુ ટીમોએ બંને નરાધમોને પકડવા ભારે ધમપછાડા કર્યા હતા પરંતુ અમદાવાદ ક્રાઇમના ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સથી નરાધમોને દબોચી લેવામાં સફળતા મળી હતી.

વડોદરા અને અમદાવાદ પોલીસે જ્યારે સગીરા અને તેના મિત્રની પૂછપરછ કરી ત્યારે તેમણે આરોપીઓ કોઈ વિચિત્ર બોલી બોલતા હોવાનું જણાવ્યું હતું. પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી હતી. પોલીસની તપાસમાં એવા તથ્યો પણ બહાર આવ્યા હતા કે આવી બોલી ફૂગ્ગા વેચનારાઓની હોય છે જેના આધારે પોલીસે અનેક ફૂગ્ગા વેચનારાની તપાસ કરી હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/KkbHkmhx1702zMH4BdtXkO

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો