ટંકારા થઈ જશે ટનાટન: હેલીપેડ ગ્રાઉન્ડમા 71મો જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિન ઉજવાશે.

By Jayesh Bhatasaniya -Tankara

ટંકારાને પ્રજાસત્તાક દિન પહેલા ટનાટન કરાશે તંત્રની આગેવાનો, વેપારી અને શહેરીજનો સાથે વાર્તાલાપ હેલીપેડ ગ્રાઉન્ડમા 71 મો પ્રજાસત્તાક દિન ઉજવાશે.

26ની પુર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે બજારો રોશનીથી ઝળહળી ઉઠશે રાષ્ટ્રીય પ્રર્વને લઈને અનેરો આનંદ

પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણીની વ્યવસ્થા અંગે ટંકારા તાલુકા પંચાયત ખાતે શહેરના વેપારી ઉધોગકારો આગેવાનો અને એન જી ઓ સાથે મિટીંગ કરી હતી જેમા પ્રાત અધિકારી ખાચર મામલતદાર પંડયા ટિ ડી ઓ નાગાજણ તરખાલા સહીતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

મિટીંગમા ટંકારા વેપારી મંડળો ભાજપ કોગેસ તથા અન્ય પક્ષ ના હોદેદારો સામાજિક સંગઠનો યુવાનો પંચાયતના સભ્યો અને તજજ્ઞો હાજર રહ્યા હતા અને આગામી કાર્યક્રમ વિશે વાત કરી હતી જેમા રાજ્ય સરકારની વિવિધ પ્રવર્તમાન યોજના અંગેના ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બનાવશે . ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ સૂર્ય નમસ્કાર, યોગ અને પ્રાણાયામ કરશે પોલીસ હોમગાર્ડ પ્રેડ શાળાની કૃતિ સહીતના અનેકવિધ કાર્યક્રમો યોજાશે

સાથે 26 નિ પુર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ટંકારા ને ટનાટન કરી રોશનની થી દેદીપ્યમાન કરાશે. જેમાં વેપારી મંડળો પંચાયતે કમર કસી છે.

આ સમાચારને શેર કરો