Placeholder canvas

ટંકારા: વિધવા કે વુધ્ધોની સહાય બાબતે અરજ્દારો સાથે તોછડાઈ ભર્યુ વર્તન કરતા કર્મચારી સામે રાવ

By Jayesh Bhatasaniya -Tankara વિધવા સહાય ને વુધ્ધો ની અરજી બાબતે અધિકારી થી લઈને કર્મચારી નિરસ. યોગ્ય માર્ગદર્શન તો દુર તોછડાઈ થી વર્તન કરતા ની રાવ અરજદાર મામલતદાર કચેરીમાં ધામા નાખ્યા તંત્ર દોડતું થયું 15 દિવસ મા નિકાલ ની ખાત્રી આપી અંધેર નગરી ને ચંપટ રાજા જેવો માહોલ

મોરબી કલેકટર ભલે ચિંતન શિબિરમા વહીવટી તંત્રને સ્પશર્તા પ્રશ્નો અંગે અરજદારને શાંતિથી સાંભળીને યોગ્ય નિવેડો લાવવો જોઈએની વાત કરે પણ ટંકારા તાલુકામાં મામલતદાર કચેરી વિધવા સહાય, વૃદ્ધ સહાય, વિકલાંગ સહાય અન્ય સહાય મા લબાડ હોય કામોમાં ખુબ ઢિલાસ બે બે વરસોથી અરજદારને ધક્કા અને એક એક કામ ના ત્રણ થી ચાર વાર સૌગન્ધનામાં? ગરીબ અરજદાર ને દાઝયા પર ડામ હોવા છતાં તંત્રને કાઈ પડી નથી ગઈ કાલે આગેવાન સાથે અરજદારોએ કચેરીએ ધામા નાખ્યા હોય અધિકારી એ 15 દિવસમા નિકાલની ખાત્રી આપી.

આ બાબતે મનસુખભાઈ ચૌહાણ, મહેશભાઈ લાધવા, દીપકભાઈ પરમાર, સુરેશભાઈ પરમાર, સાગરભાઈ સારેસા સહિતના આગેવાનો વેદનાને વાચા આપવા પ્રાત અધિકારી ખાચરને મળ્યા હતા અને ઓપરેટરથી લઈને જવાબદાર અધિકારી અરજી ને ટલ્લે ચઢાવી વિધવા વુધ્ધો ને જરૂરીયાતમંદને હેરાનગતિ કરતાં હોવાની રાવ કરી હતી
આ અંગે મામલતદાર પંડયાનો સંપર્ક કરતા મોરબી લેવલે કામ બાકી ને ઓનલાઇનમા ટેકનિકલ ફોલ્ટને કારણે સમસ્યાની ધિસોપિટો જવાબ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યા પોત્સાહન રૂપે પુરૂષકાર ન મળતો હોય ત્યાં ઓરમાયું વર્તન કરે છે ની વાત જગજાહેર છે.

આ સમાચારને શેર કરો